Vadodara News: સરકારનું તંત્ર કેટલું નિષ્કાળજી દાખવે છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જો તંત્રએ પ્રજાની તો બાજુએ મૂકી પણ તંત્રના જ સભ્યની વાત સાંભળી હોત તો આજે આ દુર્ઘટના સર્જાઈ ન હોત. વડોદરા જિલ્લા પંચાયત સભ્ય હર્ષદસિંહ ચંદુભાઈ પરમારે ગંભીરા પુલના સમારકામ અંગે તમામ સંબંધિત વિભાગોને પત્ર લખ્યો હતો.
તેમણે આર એન્ડ બી વિભાગને પણ પત્ર લખ્યો હતો. આ ઉપરાંત, મોરબી પુલ અકસ્માત કેસ પછી, તેમણે કલેક્ટરને પત્ર લખીને પુલના સમારકામ અંગે જાણ કરી હતી. પરંતુ તેમના પત્ર પર કોઈ ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. કલેક્ટર કચેરી તરફથી આર એન્ડ બીને પણ તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા માટે પત્ર લખાયો હતો. તંત્રએ પોતાની અંદર ખોખલા અક્ષરો રમીને લોકોના જીવન સાથે રમત રમી છે.
વડોદરા વિભાગ (આર એન્ડ બી) ના જિલ્લા કાર્યપાલક ઇજનેરને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે મુજપુર સ્થિત ગંભીરા પુલ ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને તેમણે તાત્કાલિક તેનું સમારકામ કરવા વિનંતી કરતો પત્ર લખ્યો હતો.
જિલ્લા પંચાયત સભ્ય હર્ષદસિંહે પત્રમાં લખ્યું હતું કે ગંભીરા પુલના થાંભલાઓ ગતિ પકડી ચૂક્યા છે. જેના કારણે પુલ પર વધુ કંપન છે. આ પુલને જોખમી જાહેર કરવો જોઈએ અને તેનું તાત્કાલિક સમારકામ કરીને નવો પુલ બનાવવો જોઈએ. આ પુલ પર સામાન્ય લોકો માટે મુસાફરી કરવી જોખમી છે. આ ભય દૂર કરો. નહિંતર, જો ભવિષ્યમાં આ પુલને કારણે કોઈ પણ પ્રકારનું જાનહાનિ થાય તો તેના માટે તમામ અધિકારીઓ સંપૂર્ણપણે જવાબદાર રહેશે. આ તરફ ગંભીરતાથી ધ્યાન આપો.
જિલ્લા પંચાયતના સભ્યનો આ પત્ર સરકારમાં ટેબલ પર ટેબલ ફરતો રહ્યો અને કોઈ કાર્યવાહી ન થતાં છેવટે આ પુલ દુર્ઘટના સર્જાઈ હતી. શું તંત્ર જિલ્લા પંચાયતના સભ્યને પણ સાંભળવાની તસ્દી લેતું નથી. આ ઘટના બતાવે છે કે તંત્રમાં કેટલી હદ સુધીની નિષ્કાળજી પ્રવર્તે છે. પુલ રિપેર ન થયો તો પણ કંઈ નહીં કમસેકમ તેને બંધ કરી બીજે ડાયવર્ઝન તો આપવું હતું.
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
