આવનારી લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષમાં સંગઠન મજબૂત કરવા માટેની કવાયત તેજ બની છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ મજબૂત બનીને વધુમાં વધુ સીટો જીતી શકે તે માટે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા હતા. સાથે ચૂંટણીને લઈને રણનીતિઓ ઘડવા માટેની પણ ચર્ચા થઇ હતી. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસ સંકલન સમિતિ ની બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા.
વિપક્ષના નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા સહિતં અનેક આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક માં સંગઠન માળખું , આંદોલનના કાર્યક્રમો સહીતના મુદ્દાઓ વિષે ચર્ચાઓ થઇ હતી.
પ્રથમ વખત આધ્યક્ષ ની આગેવાની હેઠળ મળેલી આ બેઠકમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા સાથે જ પક્ષને મજબૂત કરનારા નેતાઓ પ્રમુખ અમિત ચાવડા, કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું .
