Banaskantha News: ખેડૂત આર્થિક પગભર બને અને બિયારણ ખેડાઈ જેવો ખેતીમાં ખર્ચ કાઢી શકે તે હેતુથી પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 2000 નો હપ્તો ચૂકવાય છે પરંતુ આજે એવા અનેક ખેડૂતો છે જેમને પીએમ કિસાન યોજના નો લાભ નથી મળી રહ્યો ફાર્મર રજીસ્ટ્રેશન આધાર અપડેટ કેવાયસી આ તમામ પ્રક્રિયાઓ વચ્ચે ખેડૂતો અટવાયા છે ધક્કા ખાઈ ખાઈને થાક્યા છતાં એ કેવાયસી નથી થતી અને ખેડૂતો આવા એવા છે કે જેમને ત્રણ અને ચાર વર્ષથી પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળી રહ્યો ત્યારે ખેતીવાડી વિભાગ ટેકનિકલ બાબતો દર્શાવે છે પરંતુ ચોક્કસ ખેડૂતો માટે જે કાર્ય કરવું જોઈએ તે નથી કરી રહી.

પીએમ કિસાન યોજનાનો 19 મો હપ્તો હવે ચૂકવાશે પરંતુ આ ચૂકવણી વચ્ચે અને કેન્દ્ર સરકારની જાહેરાત વચ્ચે અનેક ખેડૂતો બનાસકાંઠામાં એવા છે કે જેમને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળી રહ્યો અને એનું કારણ છે કે સરકારી પ્રક્રિયામાં ગ્રામ પંચાયત લઈ અને ખેતીવાડી વિભાગ ખેડૂતોને સમજણ આપવામાં તેમની પ્રક્રિયા કરાવવામાં નિષ્ફળ રહ્યો છે અને કેવા ખેડૂતો છે કે જેઓ પોતાના ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા માટે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જન સેવા કેન્દ્ર અને ખેતીવાડી વિભાગમાં ધક્કા ખાઈને થાક્યા છે એક તરફ ખેતીનું કામ હોય અને બીજી તરફ ધક્કા ખાવાનું હોય છે એટલે અને ખેડૂતો એતો આશા છોડી દીધી છે કે હવે 2000 રૂપિયાનો હપ્તો અમને મળશે કે નહીં અને એનું કારણ છે કે સમય બગાડી અને ધક્કા ખાવા એના કરતા આ ધક્કા ખાવાનું 2000 રૂપિયા કરતા વધારે ખર્ચ ખેડૂતોને લાગી રહ્યું છે ત્યારે સરકારની યોજના તો ખેડૂતો માટે લાભદાય છે પરંતુ નીચેનું તંત્ર તેની માટે કામ નથી કરી રહી.
બનાસકાંઠામાં કુલ ચાર લાખ જેટલા ખેડૂતો પીએમ કિસાન યોજના માટે નોંધાયેલા છે જોકે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને લાભ મળી રહ્યો છે તેવું ખેતીવાડી વિભાગનું કહેવું છે તો બીજી તરફ ખેતી વિભાગનું કહેવું છે કે ખેડૂતો આધાર અપડેટ નથી કરાવતા ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરાવતા અને ઇ કે વાય સી નથી કરાવતા એટલે તેમને હપ્તા મળી રહ્યા નથી જોકે ખેડૂતો આ પ્રક્રિયા કરે તો તેમને પણ આ પીએમ કિસાન યોજના નું લાભ મળી શકે છે.

પીએમ કિસાન યોજનાના વંચિત ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ શા માટે કામ નથી કરી રહ્યો ખેડૂત ગ્રામ પંચાયત ગ્રામસેવક જનસેવા કેન્દ્ર તાલુકા પંચાયત બેંક આ તમામ પોતાનું ડોક્યુમેન્ટ અપડેટ કરાવવા જાય છે આધાર અપડેટ કરાવવા જાય છે પરંતુ આ પ્રક્રિયા થતી નથી એવા પણ ખેડૂતો છે કે છેલ્લા બે વર્ષથી તેમના ડોક્યુમેન્ટ અપડેટ કરાવે છે પરંતુ છતાં પણ એ ડોક્યુમેન્ટ અપડેટ થતા નથી અને એમને લાભ મળતો નથી એટલે કે સરકારી સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે અને આ ખોટ ની અસર ખેડૂતો પર થઈ રહી છે એટલે ખેતીવાડી વિભાગે ખેડૂતોના હિત માટે ગ્રામ સેવક સહિત સરપંચ તલાટી ને કામે લગાડવા પડશે તો જ ખેડૂતોને આ સરકારી યોજના નો લાભ મળશે.
આ પણ વાંચો:જામનગર જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવા કિશાન કોંગ્રેસની ઉગ્ર માંગ
આ પણ વાંચો:પીએમ મોદી પહોંચ્યા વસ્ત્રાલ, શ્રમ યોગી માન ધન યોજનાનો કરાવ્યો પ્રારંભ
આ પણ વાંચો:ખંભાળિયાનાં ભાજપનાં પૂર્વ MLA મેઘજીભાઇ કણઝારીયાનું કોવિડ હોસ્પિટલમાં નિધન
