Junagadh News/ જૂનાગઢ : વન વિભાગના ટ્રેકરના મોત મામલે સી.એફ.નું મહત્વપૂર્ણ નિવેદન, તપાસના આદેશ

Forest Department ના ટ્રેકર અશરફભાઈના મોતના મામલે વન વિભાગે પ્રાથમિક તારણ રજૂ કર્યું છે

Gujarat Others
Forest Department

Junagadh News : જૂનાગઢ જિલ્લાના સાસણ વિસ્તારમાં વન વિભાગ (Forest Department) ના ટ્રેકર અશરફભાઈના મોતના મામલે વન વિભાગે પ્રાથમિક તારણ રજૂ કર્યું છે. વન વિભાગ(Forest Department) ના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (સી.એફ.)એ જણાવ્યું કે સિંહણને બેભાન કરવા માટે વપરાતું એનેસ્થેસિયાનું ઇન્જેક્શન અકસ્માતે ટ્રેકરને લાગતાં આ દુર્ઘટના બની છે.

સી.એફ.ના જણાવ્યા મુજબ, સિંહણનું વજન માણસ કરતાં ત્રણથી ચાર ગણું વધારે હોવાથી વન્યપ્રાણીને માણસની સરખામણીમાં ત્રણથી ચાર ગણો વધુ એનેસ્થેસિયાનો ડોઝ આપવો પડે છે. આ જ વધારે માત્રાનો ડોઝ ટ્રેકર અશરફભાઈના શરીરમાં લાગી જતાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે.

વન્યપ્રાણીને માણસની સરખામણીમાં ત્રણથી ચાર ગણો વધુ એનેસ્થેસિયાનો ડોઝ આપવો પડે છે

Forest Department ના ટ્રેકર અશરફભાઈ સિંહણના પાછળના ભાગે ઊભા હતા

આ ઘટના ત્યારે બની જ્યારે સાસણના વેટરનરી તબીબ દ્વારા સિંહણને બેભાન કરવા માટે ગનમાંથી એનેસ્થેસિયાની ગોળી છોડવામાં આવી હતી. તે સમયે (. અકસ્માતે ઇન્જેક્શનની ગોળી અશરફભાઈના ડાબા હાથમાં લાગી ગઈ હતી.

વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય રીતે વન્યપ્રાણીને બેભાન કરતી વખતે પાછળના ભાગે કોઈ વ્યક્તિ રહેતી નથી. અશરફભાઈ તે જગ્યાએ કેમ હાજર હતા, તેમજ સમગ્ર પ્રક્રિયામાં વેટરનરી તબીબની કોઈ બેદરકારી હતી કે નહીં—આ તમામ મુદ્દાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે.

વીમા પોલિસી હેઠળ પરિવારને 10 લાખ રૂપિયાની સહાય મળશે

મૃતક અશરફભાઈ આઉટસોર્સિંગ આધારિત ટ્રેકર હતા. તેમના ઉતારેલા વીમા પોલિસી હેઠળ પરિવારને 10 લાખ રૂપિયાની સહાય મળશે. ઉપરાંત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ આર્થિક સહાય કરવામાં આવશે.

28 વર્ષના અશરફભાઈને બે વર્ષની નાની પુત્રી છે. પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહને અંતિમવિધિ માટે તેમના વતન વિસાવદરના રાજપરા લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વન વિભાગ (Forest Department) માં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને સુરક્ષા પ્રોટોકોલને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતના સચિન ચેકપોસ્ટ નજીક ટેમ્પો પલટતા યુવતીનું મોત, 14 ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: જૂનાગઢમાં સિંહણને બેભાન કરવાનું ઇન્જેકશન વન કર્મચારીને વાગતા મોત

આ પણ વાંચો: વિસાવદરમાં વનરાજાની દહેશત: વાડી વિસ્તારમાં સિંહણનો હુમલો, માસૂમ બાળકનું મોત