Ahmedabad News : અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ટ્રાફિક પોલીસ કર્મચારીને રૂ.400 ની લાંચ લેવાના ગુનામાં રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોઈન્ટો પર ટ્રાફિક પોલીસ દ્વારા લાઈસન્સ, પીયુસી, હેલમેટ, રોગ સાઈડ, નો પાર્કીગ વિગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવા બદલ રૂ. 500 થી 1500 સુધીની લાંચની માંગણી કરતા હોવાની ચોકકસ બાતામી ACBને મળી હતી.
આરોપી ટ્રાફિક કોન્સ્ટેબલ પ્રકાશકુમાર જ્યંતિભાઈ પટણી, જે કાલુપુર સર્કલ ટ્રાફિક બીટમાં ફરજ બજાવતો હતો, તેની સામે એક જાગૃત નાગરિક દ્વારા લાંચ લેવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે ACBએ ઓપરેશન હાથ ધરીને રંગેહાથ પકડ્યો હતો.
આ ઓપરેશન દરમિયાન, આરોપીએ ડિકોચરને તેનું વાહન NO પાર્કિંગમાં મૂક્યું હોવાનું જણાવી, મેમો ન આપવા બદલ 400 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ રકમ સ્વીકારતા જ તેને ACBની ટીમે રંગેહાથે ઝડપી લીધો હતો. આ ઘટનાએ અમદાવાદ શહેરમાં લાંચ લેવાના ગુનાઓ સામેની લડતમાં પ્રશ્નો ઉભા કર્યા છે. ACB એ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: અમદાવાદ ખાતે ESICના આસિ. ડાયરેક્ટરને 3 લાખની લાંચ લેતા ઝડપી લેતી ACB
