ACB Ahmedabad/ અમદાવાદમાં 50 લાખની લાંચમાં ACBની સફળ ટ્રેપ, ફરીયાદીની તરફેણમાં હુકમ કરાવી આપવા માટે લાંચ માગનાર વકિલ 20 લાખ લેતા ઝડ્પાયો

Ahmedabad News : અમદાવાદમાં વકિલ દ્રારા 50 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેમા લાંચ માગનારે કામ શરૂ કર્યા પહેલાં 20 લાખ અને પૂર્ણ થયા બાદ 30 લાખની લાંચ માંગી હતી. પરંતુ ACB એ ટ્રેપ ગોઠવીને આરોપી વકિલની ધકપકડ કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Copy of Cricket Tutorials YouTube Thumbnail 31 અમદાવાદમાં 50 લાખની લાંચમાં ACBની સફળ ટ્રેપ, ફરીયાદીની તરફેણમાં હુકમ કરાવી આપવા માટે લાંચ માગનાર વકિલ 20 લાખ લેતા ઝડ્પાયો

Ahmedabad News : અમદાવાદમાં આરોપી વકીલ અને વચેટિયા દ્વારા વેચાણ બાનાખતથી ખરીદેલ જમીન બાબતે કઠલાલ સીવીલ કોર્ટમાં સામેવાળાઓ વિરુધ્ધ મનાઇ હુકમ મેળવવા માટે દાવો કરેલ છે. તે દાવામાં ફરીયાદીની તરફેણમાં હુકમ કરાવી આપવા માટે લાંચ માંગવમાં આવી હતી. આરોપીએ ફરીયાદી પાસે રૂ.50 લાખની લાંચની માંગણી કરેલ હતી , તે પૈકી રૂ.20 લાખ પહેલા આપવાનાં અને બાકીનાં નાણાં મનાઇ હુકમ મળી ગયા બાદ આપવાનું નક્કી કરેલ હતું.

પરંતુ ફરીયાદી લાંચ આપવા માંગતા ના હોઇ તેથી ACB નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ ACB એ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ  હતું. ACB ના લાંચ છટકા દરમ્યાન મામલતદાર કચેરી નરોડા ની સામે, જે.કે.ઝેરોક્ષની દુકાનમાં રંગેહાથ આરોપી (1) રાજેન્દ્ર ભરત ગઢવી , સરકારી વકીલ, (2) સુરેશ કુમાર પ્રહલાદ પટેલ (વચેટીયા) વકીલ મેટ્રો કોર્ટ,રહે.નરોડા અને (3) વિશાલ કૌશીક પટેલ (વચેટીયા ) રહે. નરોડા આરોપીઓને રંગે હાથ પકડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલાં આરોપીઓની ACB એ આગળની તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત રાજય, વકફ બોર્ડના તત્કાલીન સી.ઈ.ઓ વિરૂધ્ધ મોટી રકમની લાંચની માંગણીનો ગુનો દાખલ કરતી ACB

આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક લાંચિયો ઝડપાયો, માંગી હતી 75,000 ની લાંચ

આ પણ વાંચો: ACB એ જામનગર કોર્પોરેશનના સેનેટરી સબ-ઇન્સ્પેકટરને 22,500 ની લાંચ લેતા ઝડપ્યો