ગુજરાતમાં ચૂંટણીની હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી જીતવા માટે પૂરજોશમાં કામે લાગી ગયા છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આજે રાષ્ટ્રપિતા ગાંધીજીની 153મી જન્મજયંતિ નિમિત્તે એક ખાસ જાહેર સભાનું આયોજન દરિયાપુરના લોક લાડિલા કોગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ દ્વારા કરવામાં આવ્યું છે. આ સભા આંબેડકર ચોક,રાહત સર્કલ પાસે કરવામાં આવ્યું છે, જાહેર સભા બપોરે 2 કલાકે શરૂ થશે. આ દલિત અધિકાર સત્યાગ્રહ જાહેર સભા કોગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં યોજાશે.

દલિત અધિકાર સત્યાગ્રહની જાહેર સભામાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ સહિત અનેક કાર્યકતાઓ ઉપસ્થિતિ રહેશે, આ સભામાં ડો.બાબા સાહેબ આંબેડકરનું વિશાળ ચિત્ર પર પ્રદર્શિત કરવામાં આવશે.
