Ahmedabad News : ગુજરાતની સૌથી મોટી ગણાતી યુનિવર્સિટી અત્યારે લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો બની ગઈ છે. જ્યાં નિયમો માત્ર વિદ્યાર્થીઓ માટે જ છે, અધિકારીઓ માટે તો જાણે બધું ‘માફ’ છે!
યુનિવર્સિટીની કડવી વાસ્તવિકતા
નિયમ 10:30નો, પણ સાહેબો 11:30એ પધારે!

ઓફિસિયલ ટાઈમ 10:30નો હોવા છતાં 11:00 વાગ્યા સુધી એક પણ જવાબદાર અધિકારી સીટ પર હોતો નથી. રજીસ્ટ્રાર કે VC સાહેબને મળવા માટે વિદ્યાર્થીઓએ જાણે કોઈ ‘મહારાજા’ની એપોઈન્ટમેન્ટ લેવી પડતી હોય તેમ રાહ જોવી પડે છે.
અડધા કલાકનો લંચ ટાઈમ (2:00 થી 2:30) ક્યારે 2 કલાકમાં ફેરવાઈ જાય છે એ આ સાહેબો સિવાય કોઈને ખબર નથી. બપોરે 3 વાગ્યા સુધી સીટો ખાલી હોય છે. શું આમને પગાર વિદ્યાર્થીઓના કામ કરવા માટે મળે છે કે પિકનિક મનાવવા માટે?
વિદ્યાર્થીઓનો મરો
એક બાજુ પરીક્ષાઓનું ટેન્શન અને બીજી બાજુ વહીવટી તંત્રની આ લાપરવાહી. વિદ્યાર્થીઓ પોતાની સમસ્યા લઈને ક્યાં જાય? શું યુનિવર્સિટી હવે માત્ર કાગળ પર જ ચાલે છે?
સીધો સવાલ

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)અત્યારે સંપૂર્ણપણે ‘રામ ભરોસે’ છે. જો જવાબદાર અધિકારીઓ સમયસર હાજર ન રહી શકતા હોય, તો તેમને હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી. આ તે કેવું તંત્ર જ્યાં ગેટ પર વિદ્યાર્થીઓને ટાઈમ શીખવાડવામાં આવે છે, પણ અંદર બેઠેલા અધિકારીઓ ઘડિયાળ જોવાનું જ ભૂલી ગયા છે?
જો આ આળસુ તંત્ર અને અધિકારીઓની મનમાની જલ્દી બંધ નહીં થાય, તો વિદ્યાર્થીઓનો રોષ યુનિવર્સિટીના દરવાજે અવાજ કરશે!
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ની અંદર એક બાજુ આજે જ્યારે પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે, યુનિવર્સિટીની ઓફિસિયલ ટાઇમ 10:30 નો છે પણ અત્યારે 11:00 વાગી ગયા છે પણ ગુજરાત યુનિવર્સિટીના એક ભી જવાબદાર અધિકારી હાજર નથી.
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ના કાયમી અધિકારીઓ હોય કે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ના જોબ ટ્રેનિં હોય અત્યારે બધા સાહેબ બની ને બેઠા છે અને વિદ્યાર્થી લક્ષી કોઈ કામ હોય તો ત્યારે વિદ્યાર્થી 11:30 સુધી કોઈ ને મળી શકતા નહીં રજીસ્ટર અને VC પણ હાજર હોતા નથી તો આમને કેવા વાળું પણ કોઈ છે નહીં. યુનિવર્સિટી અત્યારે રામ ભરોસે ચાલતી હોય તેવું દેખાઈ રહ્યું છે બપોરે પણ બે થી ત્રણ વાગ્યે લંચ ના નામ ઉપર જતા રહે છે ત્યારે લંચ ટાઇમ 2:00થી 2: 30 સુધી નો છે આવું ક્યાં સુધી ચલાઈ લેવામાં આવશે
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) રામ ભરોસે થઈ ગઈ હોય તેવો દેખાઈ રહ્યો છે જેનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે.
