Ahmedabad News/ ગુજરાતમાં સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ ઘટ્યો? કેન્દ્રના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

ગુજરાતની આરોગ્ય વ્યવસ્થાને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા,ખાનગી હોસ્પિટલો (Private Hospitals)માં વધી રહ્યો છે લોકોનો આધાર, જ્યારે સારવાર ખર્ચે દર્દીઓની કમર તોડી નાખી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Private Hospitalsમાં સારવાર માટે લોકો કેમ મજબૂર?

Ahmedabad News: ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ (Congress) દ્વારા અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન (Rajiv Gandhi Bhavan) ખાતે આરોગ્ય વ્યવસ્થાને લઈને વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા (Dr. Parthivrajsinh Kathwadia)એ કેન્દ્ર સરકારના “Household Social Consumption: Health” રિપોર્ટનો ઉલ્લેખ કરી ગુજરાતની જાહેર આરોગ્ય વ્યવસ્થાને લઈને અનેક ગંભીર મુદ્દાઓ સામે મૂક્યા હતા.

પ્રવક્તાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આરોગ્ય ખર્ચમાં ભારે આર્થિક અસમાનતા જોવા મળી રહી છે. ખાસ કરીને સરકારી હોસ્પિટલો પર લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો હોવાનું આંકડાઓ દર્શાવે છે અને મોટી સંખ્યામાં દર્દીઓ ખાનગી હોસ્પિટલો (Private Hospitals) તરફ વળી રહ્યા છે.

હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓનો ખર્ચ

રિપોર્ટ અનુસાર હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ માટે ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ ખર્ચ ₹28,516 થાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં આ ખર્ચ ₹53,747 સુધી પહોંચી જાય છે. આ આંકડાઓ દર્શાવે છે કે શહેરોમાં સારવાર વધુ મોંઘી બની રહી છે.

ખાનગી હોસ્પિટલો (Private Hospitals)માં દર્દીઓની વધતી સંખ્યા

બાળકના જન્મ સિવાયના સારવાર કેસોમાં ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 28.2 ટકા દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર લે છે, જ્યારે 59.5 ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થાય છે. શહેરી વિસ્તારમાં તો ખાનગી હોસ્પિટલોનો આંકડો વધુ ઊંચો છે, જ્યાં 69.5 ટકા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લે છે.

હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની ટકાવારી

હોસ્પિટલનો પ્રકાર ગ્રામ્ય શહેરી
સરકારી 28.2% 23.5%
ચેરિટેબલ 12.3% 7%
ખાનગી 59.5% 69.5%

સારવારમાં દર્દીઓના ખિસ્સા પર ભારે બોજ

રિપોર્ટમાં જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને પોતાની જેબમાંથી ભારે ખર્ચ કરવો પડે છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ (Private Hospitals)માં સારવાર માટે સરેરાશ ₹37,595 ખર્ચ થાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં આ ખર્ચ ₹53,632 સુધી પહોંચી જાય છે. સરકારી હોસ્પિટલોમાં આ ખર્ચ ઘણો ઓછો હોવા છતાં લોકો ખાનગી હોસ્પિટલો તરફ વળી રહ્યા છે.

હોસ્પિટલમાં થતા Out Of Pocket ખર્ચ

હોસ્પિટલનો પ્રકાર ગ્રામ્ય શહેરી
સરકારી ₹4,185 ₹1,917
ચેરિટેબલ ₹14,659 ₹22,799
ખાનગી ₹37,595 ₹53,632

બાળકોના જન્મ માટે પણ ખાનગી હોસ્પિટલ પ્રથમ પસંદ

ગુજરાતમાં બાળકોના જન્મ માટે પણ લોકો મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલ (Private Hospitals) પસંદ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં 51.5 ટકા અને શહેરી વિસ્તારમાં 63.5 ટકા બાળકોનો જન્મ ખાનગી હોસ્પિટલોમાં થાય છે.

હોસ્પિટલ મુજબ બાળકોના જન્મની ટકાવારી

હોસ્પિટલનો પ્રકાર ગ્રામ્ય શહેરી
સરકારી 42.5% 32.9%
ચેરિટેબલ 6% 3.6%
ખાનગી 51.5% 63.5%

પ્રસુતિ ખર્ચમાં મોટો તફાવત

પ્રસુતિ દરમિયાન ખાનગી હોસ્પિટલો (Private Hospitals)માં ખર્ચ ખૂબ જ વધુ હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં બાળકના જન્મ માટે ખાનગી હોસ્પિટલમાં સરેરાશ ₹25,717 ખર્ચ થાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં ₹34,414 સુધી ખર્ચ થાય છે.

બાળકના જન્મ ઉપર થતા ખર્ચ

હોસ્પિટલનો પ્રકાર ગ્રામ્ય શહેરી
સરકારી ₹832 ₹1,460
ચેરિટેબલ ₹10,848 ₹17,060
ખાનગી ₹25,717 ₹34,414

કોંગ્રેસનો સરકાર પર આક્ષેપ

પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયા (Dr. Parthivrajsinh Kathwadia)એ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં જાહેર આરોગ્ય વ્યવસ્થા ધીમે ધીમે ખાનગી ક્ષેત્રને સોંપાઈ રહી છે. સરકારી હોસ્પિટલોની સુવિધાઓનો અભાવ, ડોક્ટરોની અછત અને બેદરકારીને કારણે લોકો ખાનગી હોસ્પિટલ (Private Hospitals)માં જવા મજબૂર બન્યા છે.તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો સરકારી PHC અને CHCને બદલે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા થયા છે, જે આરોગ્ય ક્ષેત્રમાં વધતી આર્થિક અસમાનતાનું ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.


આ પણ વાંચો:કોંગ્રેસમાં હારનું ઠીકરું કોના માથે? સંગઠનમાં મોટા ફેરફારની ચર્ચા તેજ

આ પણ વાંચો:NEET પેપર લીક ઘટનામાં સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કોંગ્રેસની તપાસની માંગ

આ પણ વાંચો:AMC ચૂંટણી બાદ અમદાવાદ કોંગ્રેસમાં મોટું એક્શન, 6 વોર્ડ પ્રમુખોને હટાવવામાં આવ્યા