ધર્મ વિશેષ/ પાલિતાણામાં ફાગણ સુદ તેરસની યાત્રા મોકૂફ રખાઇ

પાલિતાણામાં  સદીઓથી ફાગણ સુદ તેરસની છ ગાઉની યાત્રા યોજવામાં આવે છે. જેમાં દેશભરમાંથી હજારો લોકો આ યાત્રામાં જોડાય છે.

Gujarat Others

જૈન સમાજનુંધાર્મિક દૃષ્ટિએ અતિ મહત્વનું તિર્થનગર એવું પાલિતાણા ખાતે યોજાતી ફાગણ સુદ તેરસની યાત્રા આ વર્ષે કોરોના મહામારીને કારણે મોફૂક રાખવાનો નિર્ણય કરાતા જૈન સમાજમાં નિરાશા ફેલાઇ જવા પામી છે.

પાલિતાણામાં  સદીઓથી ફાગણ સુદ તેરસની છ ગાઉની યાત્રા યોજવામાં આવે છે. જેમાં દેશભરમાંથી હજારો લોકો આ યાત્રામાં જોડાય છે. આ વર્ષે ચાલી રહેલી કોરોના મહામારીને કારણે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત છ ગાઉ યાત્રા ન યોજવાનો આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

આગામી ફાગણ સુદ-13ને તા.26/3/2021 શુકવારના રોજ પવિત્ર ગિરિરાજ શેત્રુંજય મહાતીર્થ છ ગાઉની યાત્રામાં પધારનાર તમામ ભાઈઓ-બહેનોને જણાવવાનું કે હાલ કોરોના મહામારીને વધતા જતા સંક્રમણ અને સરકારી સૂચનોને ધ્યાને રાખી યાત્રિકોની સુરક્ષા સ્વાસ્થ્ય વગેરે કારણોસર આ વર્ષે છ ગાઉની યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…