પાટનગર ગાંધીનગર સ્થિત વિધાનસભામાં હાલમાં સત્ર ચાલી રહ્યું છે, ત્યારે શુક્રવારે આ વિધાનસભા સત્રને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ મોટા સમાચાર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને લઈને છે.મળતી માહિતી અનુસાર, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને વિધાનસભા ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જીગ્નેશ મેવાણીએ વિધાનસભા ગૃહમાં હોબાળો મચાવ્યો હતો અને સવાલ પૂછ્યો હતો કે ભાવનગરના PSI અને ગૃહમંત્રીને શું સંબંધ છે ? PSI સામે પગલા લેવામાં આવે.
જો કે જીગ્નેશ મેવાણીએ વિધાનસભાના ચાલુ ગૃહ દરમિયાન અચાનક ઉભા સવાલ કર્યો હતો , ત્યારે પરવાનગી વગર ઉભા થવા બદલ તેઓને સ્પીકર દ્વારા આજના દિવસ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, ગઈકાલે વિધાનસભા ગૃહમાં RTI એક્ટિવિસ્ટ અમરાભાઈ બોરીચાની હત્યાનો મુદ્દો ઉઠ્યો હતો, જેમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ RTI એક્ટિવિસ્ટ અમરાભાઈની હત્યા મુદ્દે હોબાળો કર્યો હતો. જેને લઈ અધ્યક્ષના આદેશ બાદ સાર્જેન્ટે મેવાણીને ગૃહમાંથી બહાર મોકલવામાં આવ્યા હતા.
ગૃહમાંથી બહાર કઢાયા બાદ જીજ્ઞેશ મેવાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું, 2009થી 2021 સુધી અમરાભાઈ પર 12 જેટલા હુમલા થયા હોવાની વાત MLA મેવાણીએ ગૃહમાં રાખી હતી. આમ છતાં સરકાર જવાબદાર PSIની ધરપકડ કરતી ન હોવાનો દાવો ધારાસભ્ય મેવાણીએ કર્યો હતો. સરકાર શા માટે PSIને છાવરી રહી છે તેવા પશ્ન પણ ઉઠાવ્યા હતા. આ સાથે ચીમકી પણ ઉચ્ચારી કે, PSIની ધરપકડ નહીં થાય તો આંદોલન કરાશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
