Chaitri Navratri/ ચૈત્રી નવરાત્રી શરૂ થતા રાજ્યના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ, પાવાગઢ, અંબાજીમાં ચૈત્રી નવરાત્રીનો ભક્તિમય પ્રારંભ, હજારો ભક્તોનું ઘોડાપુર

રાજ્યના પવિત્ર ધામોમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા જ ગુજરાતભરના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે, વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે.

Top Stories Gujarat Others

Pavagadh & Ambaji News : આજથી (30 માર્ચ) ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા જ ગુજરાતભરના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને રાજ્યના શક્તિપીઠોમાં આ તહેવારનું અનેરું મહત્વ હોવાથી ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી રહ્યા છે. મહિસાગર જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું.

માતા મહાકાળીના દર્શન માટે હજારો ભક્તો વહેલી સવારથી જ પાવાગઢ પર્વત પર ચઢવાનું શરૂ કર્યું હતું. જય માતાજીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તો લાંબી કતારોમાં ઉભા રહીને માતાના દર્શન માટે પોતાની વારોની રાહ જોતા જોવા મળ્યા હતા. મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં ભક્તોની ભારે ભીડને કારણે ભારે ચહલપહલ જોવા મળી રહી હતી.

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા જ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી, દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા અંબાજી પહોંચ્યા છે. સવારની ભક્તો લાંબી લાઈનમાં ઉભેલા જોવા મળ્યા છે. સરસ્વતી નદીના પવિત્ર જળથી ઘટસ્થાપન કરાશે, ત્યાર બાદ બપોરે અન્નકૂટ ધરાવવામાં આવશે. મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં જોડાયા છે. અંબાજી મંદિરમાં સૌ પ્રથમ સિદ્ધિવિનાયક ગણપતિની આરતી થયા બાદ માતાજીની આરતી થાય છે. માતાજીની આરતી પૂર્ણ થયા બાદ મહાદેવની આરતી થાય છે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શનનો સમય લંબાવવામાં આવ્યો છે અને પીવાના પાણી તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મંદિર પરિસર અને પર્વત પર સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસ અને મંદિર પ્રશાસનના કર્મચારીઓ ભક્તોને દર્શનમાં મદદરૂપ થતા જોવા મળ્યા હતા.

પાવાગઢ ઉપરાંત, રાજ્યના અન્ય શક્તિપીઠો જેવા કે અંબાજી, બહુચરાજી અને ચોટીલામાં પણ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજીમાં પણ વહેલી સવારથી જ ભક્તો માતાના દર્શન માટે પહોંચી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં પણ ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ચૈત્રી નવરાત્રી એ મા દુર્ગાની ઉપાસનાનો તહેવાર છે. આ નવ દિવસ દરમિયાન માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવારનું ખાસ મહત્વ છે અને લોકો માતાની ભક્તિમાં લીન થઈ જાય છે. ઘણા લોકો નવ દિવસ સુધી વ્રત પણ રાખે છે.

પાવાગઢમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી સ્થાનિક વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોટલો, ગેસ્ટ હાઉસ અને અન્ય વેપારીઓએ પણ ભક્તો માટે ખાસ તૈયારીઓ કરી છે.

આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢમાં જોવા મળેલી ભક્તોની ભીડ મહાકાળી પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દર્શાવે છે. આગામી નવ દિવસ સુધી પાવાગઢ અને અન્ય શક્તિપીઠોમાં ભક્તિમય માહોલ જળવાઈ રહેશે. પોલીસ અને પ્રશાસન પણ ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે સતત કાર્યરત રહેશે.

@ લક્ષ્મણ ઝાલા, અંબાજી

@ MITUL SHAH, Pavagadh


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રીએ કળશ સ્થાપનાનો શુભ મુહૂર્તનો સમય નોંધી લો

આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રીમાં આ 5 રાશિના જાતકનું નસીબ ચમકશે

આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રીમાં માતા કાલરાત્રીની પૂજા કરી પ્રેતોના ડર અને પરેશાનીઓથી મુક્તિ પામો