ભુજ શહેરમાં નગરપાલિકા સફાઈ મુદ્દે નિષ્ફળ સાબિત થઈ છે ત્યારે પાલિકાની બેજવાબદારી અને નિષ્ફળતા ઉજાગર કરવા માટે આજે વિપક્ષ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ભુજ શહેરના 11 વોર્ડ ફર્યા બાદ નગરપાલિકાના વિપક્ષીનેતાએ દરેક વોર્ડમાંથી એકઠો કરેલો કચરો મિઠાઈના બોક્સમાં નમૂના રૂપે પેક કર્યો હતો અને નગરપતિને સુપરત કર્યો હતો સામાન્ય રીતે નગરપાલિકાના પ્રમુખ એટલે સન્માનનીય હોદો ગણાય જેથી લોકો મોંઘી ભેટ આપતા હોય છે પણ અહીં વિપક્ષે કચરો ભેટમાં આપી હાંસી ઉડાવી હતી.

આ દરમ્યાન પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે મહિલા નગરસેવકોને ધાક ધમકી કરતા મામલો ઉગ્ર બન્યો હતો. શાસક ભાજપ દ્વારા શહેરમાં સફાઈની ઉપેક્ષા કરાતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. પૂર્વ વિપક્ષીનેતાએ આક્ષેપ કર્યો હતો કે, ભુજ નગરપાલિકાના શાસક ભાજપ દ્વારા પ્રજાના 45 લાખ રૂપિયાનો દર મહિને સફાઈ પાછળ ખર્ચ બતાવે છે. પરંતુ, શહેરમાં ક્યાંય સફાઈ નજરે પડતી નથી. બોલકા નગરપતિ માત્ર વાતો કરે છે. એમના દાવાની પોલ પાધરી કરીએ તો માત્ર એ જ સાચા છે અને વિપક્ષી નગરસેવકો ખોટા છે એવા પોકળ દાવા પણ કરે છે.
ગુજરાત / પેપર લીકના તાર ખેડા સુધી પહોંચ્યા, શંકાના આધારે શિક્ષકની અટકાયત
અમદાવાદ / કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાધીશો સામે નારાજ ..!!
બીજી તરફ આ મુદ્દે નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરને પૂછતાં તેમણે જણાવ્યું કે,સફાઈનો ખર્ચ નગરપાલિકા સ્વંભંડોળની આવકમાંથી કરે છે આ માટે કોઈ ગ્રાન્ટ મળતી નથી. હમણાં વેરાની જોઈએ તેવી આવક થઈ નથી જેથી સફાઈના કોન્ટ્રાકટરને પૈસા ચૂકવી શકાયા નથી. તેમજ તમામ વોર્ડમાં નહિ પણ કોઈ શેરી કે મહોલ્લામાં ગંદકી હશે જ. તેવો આડકતરી રીતે સ્વીકાર કર્યો હતો.
Omicron / માછીમારોની જાળમાં માછલીને બદલે એવી વસ્તુ ફસાઈ ગઈ કે તેણે તેનું જીવન બદલી નાખ્યું
