Jamnagar News/ ACB એ જામનગર કોર્પોરેશનના સેનેટરી સબ-ઇન્સ્પેકટરને 22,500 ની લાંચ લેતા ઝડપ્યો

Jamnagar News : જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર કાયમી હોય તેની નોકરીમાં સરળતા કરી આપવા અને હેરાનગતિ નહીં કરવાના અવેજ પેટે સેનેટરી સબ-ઇન્સ્પેકટરે લાંચ લીધી હતી.

Gujarat Others Breaking News

Jamnagar News : જામનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા વૃદ્ધ મહિલાને કોર્પોરેશનમાં કામ કરતાં સેનેટરી સબ-ઇન્સ્પેકટરે કહ્યું કે હું તને નોકરીમાં સરળતા કરી આપીશ અને હેરાનગતી નહીં કરવાનાં અવેજી પેટે કર્મચારીએ લાંચ માંગી હતી.

ફરિયાદી રવજી મગનભાઇ પરમારના દાદી જામનગર મહાનગરપાલિકાના કાયમી સફાઈ કામદાર હોય તેની નોકરીમાં સરળતા કરી આપવા અને હેરાનગતિ નહીં કરવાના અવેજ પેટે આરોપી સેનેટરી સબ-ઇન્સ્પેકટર પ્રકાશચંદ્ર મોતીલાલ મકવાણાએ કુલ રૂપિયા 22,500/_ની રકમ માંગણી મૂકી હતી. આજ રોજ સાંજ સુધીમાં લાંતની રકમ આપી દેવા જણાવેલ હતું.

જે લાંચની રકમ રવજી પરમાર આપવા માંગતા ન હોય તેમણે જામનગર ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ACB એ લાંચના છટકાનું આયોજન કરતાં લાંચના આ છટકા દરમિયાન સેનેટરી સબ-ઇન્સ્પેકટર પ્રકાશચંદ્ર મોતીલાલ મકવાણાએ રવજી પરમાર સાથે વાતચીત કરી લાંચની રકમ રૂપિયા  22,500/- સ્વીકારી હતી. રકમ પોતાના હાથમાં લઈને ગણતરી કરવા લાગેલ જે વખતે તેઓને શંકા જતા પરમારને લાંચની રકમ પરત આપી દીધેલ અને ઓફિસે જઈ પોતાના સાહેબ વાતચીત કર્યા બાદ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા 22500/- સ્વીકારતા ઝડપાઈ ગયેલ હતાં.

આમ, બંને આરોપી એકબીજાની મદદગારી કરી, પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી, લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જઈ ગુનો કરેલ છે. ACB દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભ્રષ્ટાચાર સામે પોલીસની કાર્યવાહી, સુરતમાં ACBની સફળ ટ્રેપ, લાંચ લેતા સરકારી અધિકારીને ઝડપ્યો

આ પણ વાંચો: સુરતમાં ASIએ ભાઈને મોકલ્યો હતો લાંચ લેવા, ACBએ 5 લાખ લેતા રંગે હાથે ઝડપ્યો

આ પણ વાંચો: અમદાવાદમાં ACBએ ગાર્ડને લાંચ લેતા ઝડપ્યો , GISF સિક્યુરિટી ગાર્ડ લાંચ લેતા ઝડપાયો , માસિક 300 રૂપિયાના હપ્તાની કરી હતી માંગ , નોકરીમાં હેરાન ન કરવા માગી હતી માંગ , ACBએ ટ્રેપ