Ahmedabad News/ કૌભાંડી કલેકટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં ઉમટ્યો સમાજ!

માંડલમાં પાટીદાર સમાજ દ્વારા વિશાળ જનક્રાંતિ મહારેલી યોજાઈ, જેમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં અને ખોટા કેસો સામે ન્યાયની માંગ કરી. આ પાટીદાર રેલી (Patidar Rally)માં હજારોની સંખ્યામાં લોકો અને મહિલાઓ જોડાયા.

Gujarat Ahmedabad Trending
Patidar Rally

Ahmedabad Patidar Rally : અમદાવાદના માંડલ તાલુકામાં આજે પાટીદાર સમાજ દ્વારા વિશાળ જનક્રાંતિ મહારેલી યોજાઇ હતી. આ રેલી કોઈ સામાન્ય વિરોધ માટે નહોતી, પરંતુ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં અને તેમના વિરુદ્ધ થયેલી કાર્યવાહી સામે સંદેશ આપવાના હેતુથી આયોજિત હતી. પાટીદાર રેલી (Patidar Rally)માં પાટીદાર સમાજના હજારો લોકો જોડાયા અને અનેક મહિલાઓએ પણ પોસ્ટર લઇને જોડાઈ હતી.

શું છે સમગ્ર મામલો?

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પર જમીન કૌભાંડના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા, જેના પગલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે પાટીદાર સમાજના દાવા અનુસાર, રાજેન્દ્ર પટેલ એક નિષ્ઠાવાન અધિકારી છે અને તેમને ખોટા ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવ્યા છે.

પાટીદાર રેલી (Patidar Rally)માં માગણી

માંડલના માર્ગો પર યોજાયેલી રેલીમાં સામાજિક અને રાજકીય આગેવાનો સાથે નાગરિકોએ પણ ભાગ લીધો. રેલી દરમ્યાન “ન્યાય આપો, ન્યાય આપો” જેવા નારા ગુંજ્યા. સામાજિક આગેવાનોએ સ્થાનિક વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી.

સંકેત અને ચેતવણી

પાટીદાર સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે જો આગામી દિવસોમાં રાજેન્દ્ર પટેલને ન્યાય નહીં મળે અને તેમના વિરુદ્ધના ખોટા કેસો પરત ન ખેંચવામાં આવે, તો આ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. રેલી માત્ર માંડલની જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના વહીવટી તંત્રના ધ્યાનને આકર્ષિત કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: 1500 કરોડના સ્કેમમાં તત્કાલીન કલેક્ટરની  ધરપકડ

આ પણ વાંચો: સુરેન્દ્રનગર પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પર EDના દરોડા કેમ પડ્યા? જાણો કારણ