Rajendra Patel Remand Approved: અંદાજે 1500 કરોડ રૂપિયાની જમીન NA (બિનખેતી) કૌભાંડની તપાસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ (Rajendra Patel)ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ધરપકડ કરી છે. EDની ત્રણ ટીમોએ ગાંધીનગરમાં આવેલા તેમના નિવાસસ્થાને લાંબા સમય સુધી પૂછપરછ કર્યા બાદ કડક કાર્યવાહી હાથ ધરી હતી. રાજેન્દ્ર પટેલ માટે EDએ 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેમાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
શું છે કેસની વિગત?
સુરેન્દ્રનગરમાં ખેડૂતોની જમીનને NA કરાવવા દરમિયાન કરોડોની લેતીદેતી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા હતા. અધિકારીઓના દુરુપયોગ દ્વારા અનેક કરોડોની જમીન બિનખેતી કરાવવા માટે ટ્રાન્ઝેક્શન થઈ હોવાની માહિતી તપાસમાં સામે આવી છે. અગાઉ આ મામલે સુરેન્દ્રનગર એસીબીમાં પણ ભ્રષ્ટાચારના ગુનાઓ નોંધાયા હતા.
ગાંધીનગર ખાતે EDની કાર્યવાહી
2 જાન્યુઆરીની વહેલી સવારે EDની ત્રણ ટીમો રાજેન્દ્ર પટેલ (Rajendra Patel)ના નિવાસસ્થાને પહોંચીને સઘન પૂછપરછ શરૂ કરી હતી. કલાકો સુધી ચાલેલી પૂછપરછ દરમિયાન અધિકારી સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, જેના કારણે EDએ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય અધિકારીઓ પર નજર
આ કૌભાંડમાં માત્ર કલેક્ટર જ નહીં, પરંતુ અન્ય કર્મચારીઓ પણ સંશયના રડારમાં છે. અગાઉ ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર), મયૂર ગોહિલ (કલેક્ટર ઓફિસ ક્લાર્ક) અને જયરાજસિંહ ઝાલા (કલેક્ટરના અંગત મદદનીશ) સામે પણ ગુનો નોંધાયો છે. રાજેન્દ્ર પટેલની ધરપકડ પછી હવે કૌભાંડમાં અન્ય કયા મોટા માથાઓના નામ બહાર આવે છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: 1500 કરોડના સ્કેમમાં તત્કાલીન કલેક્ટરની ધરપકડ
આ પણ વાંચો:સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ED એ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના સ્ટાફને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પર EDના દરોડા કેમ પડ્યા? જાણો કારણ
