Not Set/ હું મોટો ભાઇ, હાથ ઉઠાવ્યો તો તેને થપ્પડ ગણવામાં નહીં આવે, લાફા પ્રકરણ પર બાબુલ સુપ્રિયોનો ગજબનો તર્ક

પશ્ચિમ બંગાળના ટૉલીગંજ સીટથી ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોએ થપ્પડ વિવાદ પર સ્પષ્ટતા કરી છે.

Top Stories India

પશ્ચિમ બંગાળના ટૉલીગંજ સીટથી ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયોએ થપ્પડ વિવાદ પર સ્પષ્ટતા કરી છે. બાબુલ સુપ્રિયોએ કહ્યું કે તેમણે કોઇને પણ થપ્પડ નથી મારી. તેમનું કહેવું છે કે તેમણે એક વ્યક્તિને ફક્ત મોટાભાઇની હેસિયતથી ધક્કો માર્યો હતો. તેમણે કહ્યું કે તેમણે એ શખ્સને એટલા માટે ધક્કો માર્યો હતો કારણ કે ત્યાં મહિલાઓ બેઠી હતી અને તે દારુ પીને તોછડાઇ કરી રહ્યો હતો. હકીકતમાં બાબુલ સુપ્રિયોનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે એક શખ્સને થપ્પડ મારતો હતો. આ વીડિયો રવિવારનો હતો. માનવામાં આવી રહ્યું છે કે તેમણે જે શખ્સને થપ્પડ મારી હતી તે ભાજપનો કાર્યકર્તા હતો.

બાબુલ સુપ્રિયોએ સોમવારે કહ્યું કે રવિનારે કશુ થયુ નથી. જે પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે ખોટા છે. ત્યાં મહિલા મોરચાની કેટલીક મહિલાઓ બેઠી હતી અને ત્યાં કેટલાક લોકો શરાબ પી રહ્યા હતા. તેમણે મહિલાઓ સાથે ખોટો વ્યવહાર કર્યો. એટલા માટે તેમણે તેને ધક્કો માર્યો. લાફો મારવાનો વીડિયો વાયરલ થયા બાદ રાજનીતિ પણ શરુ થઇ ગઇ છે. ટીએમસીએ બાબુલ સુપ્રિયોના વર્તનને લઇને સવાલો કર્યા છે. તો સુપ્રિયોએ ટીએમસીના આરોપ પર જવાબ આપતા કહ્યું કે મારે ટીએમસી પાસેથી શિખવાની જરુર નથી કે મારે શું કરવું. જો કોઇ ટેન્શન થાય તો મોટાભાઇ તરીકે મેં હાથ ઉઠાવી પણ દીધો તો તેને થપ્પડ તરીકે ગણવામાં આવશે”