Panchmahal News/ હાલોલમાં ગત સપ્તાહે પડેલા ભારે વરસાદથી સતીતલાવડી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ

વર્ગખંડોમાં વરસાદી પાણી ઘુસી જતા આખી શાળા તળાવ જેવી બની ગઈ હતી

Gujarat Others

Panchmahal News : હાલોલ નગરમાં ગત અઠવાડિયે પડેલા અંદાજે 10 ઇંચ જેટલા ભારે વરસાદે નગરની સતીતલાવડી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ બનાવી દીધી હતી. પરિણામે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય અટકી ન જાય તે માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ આ શાળાને હાલ વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં ખસેડી ચલાવવામાં આવી રહી છે.

ધોરણ ૧ થી ૫ સુધીના ૩૨ જેટલા વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો ધરાવતી આ શાળાના તમામ વર્ગખંડોમાં વરસાદી પાણી ઘુસી જતા આખી શાળા તળાવ જેવી બની ગઈ હતી. શાળાના આચાર્ય દ્વારા આ અંગેની જાણ શિક્ષણ વિભાગ ને કરતા શિક્ષણ વિભાગે ૧ સપ્ટેમ્બરથી આ શાળા ના બાળકો નો વિઠ્ઠલપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

હાલમાં બંને શિક્ષકો તેમના વિદ્યાર્થીઓ સાથે વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ નિયમિત શિક્ષણ કાર્ય કરી રહ્યા છે. પરંતુ શાળાના ઓરડાઓમાં ભરાયેલ પાણીના કારણે અંદર રહેલી શૈક્ષણિક સામગ્રી તથા અન્ય ભૌતિક સુવિધાઓને કેટલું નુકસાન થયું છે તે પાણી ઉતર્યા બાદ જ ખબર પડી શકશે. હાલ શાળા ગેટ સુધી પાણી હોવાથી અંદરના ઓરડાઓ ખોલી સ્થિતિ નિહાળવી શક્ય નથી.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા જામખંભાળીયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસે ની સરકારી જમીન હડપ કરવાનું કાવતરૂ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈને  રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી 

આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદ