સુરતમાં પલસાણા ના વરેલી ગામમાં પરપ્રાંતીયો વતન જવાની માંગ સાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા છે. વતન પાછા ફરવાની માંગ સાથે પરપ્રાંતીય શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીય શ્રમિકોના 1000થી વધુના ટોળાએ આક્રોશમાં આવીને પોલીસ પર પથ્થમારો કર્યો છે. સ્થિતિ કાબુમાં ન રહેતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વતન પરત ફરવાની માગણી સાથે પરપ્રાંતીય શ્રમિકોએ પોલીસ સાથે બબાલ કરીહતી. હાલ પલસાણા કડોદરા બારડોલી પોલીસ ઘટનાસ્થળે પહોચી ચુકી છે. અત્રે જણાવવાનું કે લોકડાઉન બે અઠવાડિયા લંબાઈ જતા હવે પરપ્રાંતીય શ્રમિકો માટે મોટી સમસ્યા પેદા થઈ છે. તેઓ પોતાને ગામ પાછા ફરવા માટે અધીરા થઈ રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
