Ahmedabad News/ CA Intermediate Result 2026: અમદાવાદના મોક્ષ રાઠોડ AIR-5

CA Intermediate Result 2026ના પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સતત પરિશ્રમ, યોગ્ય આયોજન અને પરિવારના સહકારથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પણ મોટી સફળતા મેળવી શકે છે

Top Stories Ahmedabad Gujarat
CA Intermediate Result 2026નું પરિણામ જાહેર થતાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓએ દેશભરમાં પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે

Ahmedabad News : CA Intermediate Result 2026નું પરિણામ જાહેર થતાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓએ દેશભરમાં પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં અમદાવાદના મોક્ષ રાઠોડે (Moksh Rathod)ઓલ ઇન્ડિયા પાંચમો રેન્ક (AIR-5) મેળવ્યો છે, જ્યારે સ્તુતિ ગોયંકાએ AIR-10 હાંસલ કરીને શહેરનું ગૌરવ વધાર્યું છે.

આ વર્ષે CA Intermediate પરીક્ષાનું કુલ પાસિંગ પ્રમાણ 8.47 ટકા નોંધાયું છે, જે અગાઉના સત્રની સરખામણીએ ઓછું છે. અમદાવાદ સેન્ટરમાંથી 993 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 65 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે.

મોક્ષ રાઠોડે (Moksh Rathod)જણાવ્યું કે સફળતા માટે સતત મહેનત અને પ્રેક્ટિકલ નોલેજ જરૂરી છે. તેમણે પરીક્ષા પહેલાંના મહિનાઓ દરમિયાન રોજના 8થી 10 કલાક અભ્યાસ કર્યો હતો. બીજી તરફ AIR-10 મેળવનાર સ્તુતિ ગોયંકા (Stuti Goenka)એ જણાવ્યું કે તેમણે દરરોજ 12થી 13 કલાક અભ્યાસ કરીને કોસ્ટિંગ જેવા વિષય પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

સુરતના વિદ્યાર્થીઓએ પણ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. હેનિલ જૈને 463 ગુણ સાથે AIR-24 મેળવ્યો, જ્યારે વિનય ગાંગવાલ અને જલ શાહે અનુક્રમે AIR-30 અને AIR-42 મેળવી સુરતનું નામ રોશન કર્યું. હેનિલે જણાવ્યું કે સતત 7થી 8 મહિનાની નિયમિત મહેનત અને યોગ્ય માર્ગદર્શન તેમની સફળતાનું મુખ્ય કારણ બન્યું.

રાજકોટમાં બંને ગ્રુપ માટે 318 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 18 વિદ્યાર્થીઓ સફળ થયા છે. શ્રુતિ પુજારા 361 ગુણ સાથે રાજકોટ શહેરમાં પ્રથમ ક્રમે રહી છે.

વડોદરા સેન્ટરમાં કુલ 12.10 ટકા પરિણામ નોંધાયું છે. શહેરના યશ મિસ્ત્રીએ 398 ગુણ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું, જ્યારે લક્ષ સુરાણા બીજા ક્રમે રહ્યા. ખાસ વાત એ રહી કે સ્કૂલ વાન ડ્રાઈવરની પુત્રી કૃપાલી રબારી (Krupali Rabari,)એ 380 ગુણ સાથે શહેરમાં ત્રીજો ક્રમ મેળવી સંઘર્ષ અને મહેનતનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું.

કૃપાલીએ જણાવ્યું કે તેમના પિતા સ્કૂલ વાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરે છે અને ત્રણેય સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે સતત મહેનત કરે છે. પરિવારના આ સંઘર્ષે તેમને વધુ મહેનત કરવા પ્રેરણા આપી હતી.

CA Intermediate May 2026ના પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સતત પરિશ્રમ, યોગ્ય આયોજન અને પરિવારના સહકારથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે પણ મોટી સફળતા મેળવી શકે છે.


આ પણ વાંચો : બોરસદના ખેડૂત પુત્રનો CA ફાઈનલમાં ઓલ ઈન્ડિયા 9મો રેન્ક :સુરતના શુભમને 13મો રેન્ક, ઈન્ટરમીડિએટમાં તન્મય જૈનનો ચોથો રેન્ક; ફાઈનલનું 18.75 ટકા રિઝલ્ટ

આ પણ વાંચો : CBSEનાં વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વના સમાચાર : પરીક્ષા પહેલા જાણવો જરૂરી છે આ નિયમ

આ પણ વાંચો : કંપની સેક્રેટરીઝની પરીક્ષાના પરિણામ જાહેર, આ રીતે થશે ઉપલબ્ધ