Not Set/ CMનો ચાર્જ અન્ય કોઇને નહિ અપાય : ડે. CM નીતિન પટેલ

CMનો ચાર્જ અન્ય કોઇને નહિ અપાય : ડે. CM નીતિન પટેલ

Gujarat Others Trending

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ કોરોના સંક્રમિત બન્યાં છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ  સીઆર patil દ્વારા તેમની તબિયતને લઈને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. અને જણાવ્યું છે કે, મુખ્યમંત્રીની સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા પણ કોરોના ગ્રસ્ત બન્યા છે. અને તમામ હાલમાં યુ એન મહેતા હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.

ત્યાર બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજ્યના મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત બન્યા છે. અને તેમને હાલમાં યુ એન મહેતા હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. CMનો ચાર્જ અન્ય કોઇને આપવામાં આવશે નહી. કોરોના પ્રોટોકોલ પ્રમાણે  તેમની સારવાર ચાલી રહી છે. CM રૂપાણીનું ઓક્સિજન લેવલ નોર્મલ છે.

નીતિનભાઈ ના જણાવ્યા અનુસાર 14 દિવસ સુધી CM રૂપાણી કવોરોન્ટાઇન રહેશે.  CM રૂપાણીમાં  કોરોનાનાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. દરરોજ બે ટાઇમ મુખ્યમંત્રીનું ચેકઅપ કરાવશે. અઠવાડિયા સુધી હોસ્પિટલમાં સારવાર કરવી શકે છે.  અને ત્યારબાદ ડોકટરને યોગ્ય જણાય પછી રજા અપાશે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, CM રૂપાણીને અન્ય કોઇ બિમારી નથી. સ્પેશિયલ રૂમમાં CM રૂપાણીની સારવાર કરાશે. સતત બેઠકો, થાકને કારણે ગઈ કાલે વડોદરા ખાતે ચાલુ સભાએ તેઓ ઢળી પડયા હતા. તેમના સંપર્કમાં આવેલા તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સાથે કચ્છ સાંસદ વિનોદભાઇ અને  ભીખુભાઇ દલસાણિયાને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. બંનેની તબિયત હાલ સારી છે.