Junagadh News/ વિદ્યાર્થીને માર મારવાના જૂનાગઢની હોસ્ટેલના બનાવમાં શિક્ષણમંત્રી એક્શનમાં, રિપોર્ટ મંગાવ્યો

ઘટનાને દબાવી દીધી હોવાનો આરોપ વાલીઓએ લગાવ્યો હતો

Gujarat Others

Junagadh News : જૂનાગઢના એક હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટના વીડિયો સામે આવ્યા બાદ આ હોસ્ટેલ વિવાદમાં આવી ગઈ છે. હોસ્ટેલમાં એક વિદ્યાર્થી સાથે અન્ય વિદ્યાર્થીઓએ મારપીટ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલો સામે આવતા જ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.મળતી માહિતી મુજબ, જુનાગઢની આ હોસ્ટેલમાં બનેલી મારપીટની ઘટના અંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આવી ઘટનાઓ કોઈ પણ રીતે સહન કરવામાં નહીં આવે, એમ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે સૂચના આપી છે કે આવું સાંખી લેવામાં અહીં આવે. તેમણે જણાવ્યું કે અમારા ધ્યાનમાં વિગતો આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી. સમગ્ર ઘટનાને લઈને જિલ્લા શિક્ષણાઘિકારી પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આવી ઘટના આખા ગુજરાતમાં બને તો કાયદા મુજબ જ કામ કરાશે., “ગુજરાતમાં આવી કોઈ પણ ઘણા બનશે, એના માટે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સ્પષ્ટ નિર્દેશ છે કે આવું સાંખી લેવામાં અહીં આવે.,એમ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું.

આપણા જ્ઞાનના મંદિરોમાં જ્યાં સમાજ, રાષ્ટ્ર, પરિવાર અને વ્યક્તિનું નિર્માણ થતું હોય તેવા આપણા જ્ઞાનના મંદિરોમાં અને સંસ્થાઓમાં આવી ઘટનાઓ બનતી હોય તેને સાંખી લેવાની નથી. આઘટના સંદર્રિભે પોર્ટ મંગાવીને નિયમો પ્રમાણે જે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ કરવામાં આવશે. આ અંગે શિક્ષણ વિભાગ ક્યારેય બાંધછોડ નહી કરે..”માત્ર જુનાગઢની જ ઘટના નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં જો આવું કોઈ બનાવ બનશે તો સરકાર કાયદા મુજબ કડક પગલાં લેશે તેમ પણ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે.

રાજ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને કોઈપણ વિદ્યાર્થી સાથે અણધારી અથવા અયોગ્ય વર્તન કરવામાં આવશે તો તેના માટે જવાબદાર લોકો સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે.જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓએ મારપીટ કરી હોવાનો વીડિયો સામે આવ્યો. માહિતી પ્રમાણે આ ઘટના એક મહિના પહેલા બની હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાની જાણ થતા જ વિદ્યાર્થીના વાલીઓ શાળા પર દોડી આવ્યા હતા.

શાળાના સંચાલકોએ આ ઘટનાને દબાવી દીધી હોવાનો આરોપ વાલીઓએ લગાવ્યો હતો. આ ઘટના પછી વાલીઓએ શાળાના વહીવટ અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વાલીની ફરિયાદ પછી આ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે હોસ્ટેલ સંચાલકને પૂછપરછ માટે સી ડિવિઝન બોલાવ્યા. રેકોર્ડ સાથે હાજર રહેવા સુચના આપવામાં આવી. સંચાલકો સામે કાર્યવાહી થઈ શકે છે.

તપાસમાં વિદ્યાર્થીઓ વચ્ચેની મારપીટના તમામ વીડિયો હોસ્ટેલના જ હોવાનું સામે આવ્યું છે. ત્યારે શાળા સંચાલકની પણ પૂછપરછ થઈ શકે છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ એક જ અથવા અન્ય શાળાના તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એ તમામ વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરાઈ રહ્યો છે, જે વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યા છે.

જિલ્લા કલેકટરે તપાસ સમિતિની રચના કરી છે. ડીવાયએસપી, જિલ્લા શિક્ષણ અધિકારી, ડેપ્યુટી કમિશનર, બાળ સુરક્ષા અધિકારીને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ વહેલી તકે અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યા છે. આ સમિતિ ઘટનાના તમામ પરિબળો અંગે તપાસ કરશે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા જામખંભાળીયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસે ની સરકારી જમીન હડપ કરવાનું કાવતરૂ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈને  રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી 

આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદ