Devbhumi Dwarka News/ દેવભૂમિ દ્વારકા જામખંભાળીયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસે ની સરકારી જમીન હડપ કરવાનું કાવતરૂ

જામ ખંભાળીયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસેની ખુલ્લી પડેલી સરકારી જમીન પચાવી પાડવાનો પર્દાફાશ થયો

Top Stories Gujarat

Devbhumi Dwarka News : દેવભૂમિ દ્વારકા જામખંભાળીયામાં વિધર્મીઓએ દ્વારા ધાર્મિક સ્થળ પાસે ની સરકારી જમીન હડપ કરવા કાવતરૂં રચ્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસેની ખુલ્લી પડેલી સરકારી જમીન પચાવી પાડવાનો પર્દાફાશ થયો છે. જેમાં પુજારી પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદને આધારે પોલીસે ત્રણ વિધર્મીઓને ગણતરીના કલાકોમાં જામ ખંભાળીયા પોલીસે ઝડપી લીધા હતા. તપાસમાં દ્વારકા ગેઇટ નજીક આવેલ સંતોષી માતાજી ના મંદિરના મુખ્ય ગેઇટ સામેની વષોથી ખુલ્લી પડેલી જમીન પચાવી પાડવા વિધર્મીઓ દ્વારા કાવતરૂ ઘડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

પચાસેક વર્ષ પુરાણીક સંતોષી માતાજીના મંદિરમાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા ના આવી શકે તે માટે વિધર્મીઓએ કાવતરૂ ઘડ્યું હોવાનું બહાર આવ્યું છે.જેમાં વિધર્મીઓએ રાજાશાહી વખતના જમીનના ખોટા દસ્તાવેજો બનાવી સરકારી જમીન હડપ કરવા નકલી દસ્તાવેજો ઉભા કર્યા હતા. તે સિવાય તેમણે સીટી સર્વેના સંબંધિત અધિકારી અથવા કર્મચારી સાથે સેંટીગ કરી નકલી કિંમતી દસ્તાવેજો તૈયાર કર્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

જમીન હડપવાના આ પ્રકરણમાં પાંચ આરોપીઓમાંથીએક મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. જ્યારે બે આરોપીઓ અગાઉ મૃત્યુ પામ્યા હતા. પોલીસે હવેજમીન કૌભાંડમાં સિટી સર્વે કચેરીના તેમજ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ

આ પણ વાંચો: મુંબઈના 4 વેપારીઓએ 3 કરોડ પરત ન કરતાં રાજકોટના સોની પરિવારના 9 સભ્યોના સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો: રાજકોટમાં સામૂહિક આપઘાત, પતિપત્ની અને પુત્રની એકસાથે આત્મહત્યા