Panchmahal News/ ગોધરામાં નવો બનેલો પુલ વરસાદમાં ધોવાઈ ગયો, ભ્રષ્ટાચારનો પર્દાફાશ, લોકોનો રોષ

તાજેતરના વરસાદથી આ પુલ પર રસ્તાનું ધોવાણ થયું છે, જેના કારણે નાગરિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Top Stories Gujarat

Panchmahal News:રાજ્યમાં વરસાદ (Rain) શરૂ થતાં જ રસ્તાઓ અને પુલોના નિર્માણમાં ભ્રષ્ટાચાર (Corruption) પ્રકાશમાં આવવા લાગ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલા ભૂરાવ રેલ્વે ઓવરબ્રિજની દયનીય હાલતે આ મુદ્દો વધુ ગંભીર બનાવ્યો છે. તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલ આ પુલ વરસાદમાં ધોવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાએ બાંધકામની ગુણવત્તા અને જવાબદારીના અભાવ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

ભૂરાવ રેલ્વે ઓવરબ્રિજ ગોધરા શહેરના રહેવાસીઓ માટે પરિવહનનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે, જેનો ઉપયોગ કરીને હજારો લોકો દરરોજ મુસાફરી કરે છે. જો કે, તાજેતરના વરસાદથી આ પુલ પર રસ્તાનું ધોવાણ થયું છે, જેના કારણે નાગરિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા અને પુલની ખૂબ જ જર્જરિત હાલતને કારણે, લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરવા મજબૂર છે. સ્થાનિક રહેવાસીઓએ પુલનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ, રસ્તા બન્યા તળાવ, 4 કલાકમાં સાડા 8 ઈંચ વરસાદ

આ પણ વાંચો:પંચમહાલમાં ફાયરિંગની ઘટના, પંથકમાં છવાયો ભયનો માહોલ!

આ પણ વાંચો:પંચમહાલ : હાલોલમાં માર્ગ મકાન વિભાગે બનાવેલ રોડ તૂટ્યો