Panchmahal News/ પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ, રસ્તા બન્યા તળાવ, 4 કલાકમાં સાડા 8 ઈંચ વરસાદ

હાલોલના સુપ્રસિદ્ધ સિંધવાવ માતાના મંદિરમાં પણ પાણી ઘૂસતાં ભક્તોમાં નિરાશા ફેલાઈ છે. દર વર્ષે હજારો ભક્તો દર્શન કરવા આવતા આ મંદિરમાં પાણી ઘૂસવાથી તંત્રને તાત્કાલિક

Gujarat Top Stories Others Breaking News

Panchmahal  Rain News: પંચમહાલ જિલ્લાના હાલોલમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ ઉભી થઇ છે. 4 કલાકમાં 8.35 ઈંચ વરસાદથી સર્વત્ર હાલોલમાં જળબંબાકારના દૃશ્યો સર્જાયા છે. હાલોલની સોસાયટી સહિત નગરના તમામ વિસ્તારોમાં જળબંબાકાર થવા પામ્યું છે.

[fvplayer id=”59″]

આખું શહેર પાણીમાં ગરકાવ

હાલોલના મુખ્ય માર્ગોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. વડોદરા રોડ પર આવેલ ફાયર સ્ટેશન પાસે ઘૂંટણ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસતાં નાગરિકોને ભારે નુકસાન બોગવવું પડયું છે. ટાઉન હોલ પાસેની દુકાનોમાં પણ પાણી ઘુસતાં વેપારીઓનું નુકસાન થયું છે.

ST બસ બંધ પડી, મુસાફરો રઝળ્યા

વડોદરા રોડ પર પાણી ભરાઈ જતાં એક ST બસ પાણીમાં બંધ પડી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોને ભારે અશાંતિનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તંત્રની મદદથી તમામ મુસાફરોને સલામતી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાએ વરસાદી સ્થિતિની ગંભીરતા ઉજાગર કરી છે.

મંદિરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી

હાલોલના કેશવ પાર્ક અને સ્વામીનારાયણ મંદિર વિસ્તારના ઘરોમાં પાણી ઘુસતા નાગરિકો રાત્રી નિવાસ માટે ચિંતિત બન્યા છે. ખાસ કરીને હાલોલના સુપ્રસિદ્ધ સિંધવાવ માતાના મંદિરમાં પણ પાણી ઘૂસતાં ભક્તોમાં નિરાશા ફેલાઈ છે. દર વર્ષે હજારો ભક્તો દર્શન કરવા આવતા આ મંદિરમાં પાણી ઘૂસવાથી તંત્રને તાત્કાલિક વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાતા વાહનો સાથે પશુ પણ તણાયા છે. હાલોલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રસ્તા બંધ અને ટ્રાફિક અસરગ્રસ્ત

હાલોલથી વડોદરા તરફ જતો મુખ્ય માર્ગમાં ભારે પાણી ભરાતા માર્ગ  બંધ કરવાની ફરજ પડી છે. શહેરના અંદર નાના-મોટા માર્ગો પર પાણી ભરાઈ જતાં ટુ વ્હીલર ચાલકો અને પગપાળાને મુશ્કેલી પડી રહી છે. ફાયર સ્ટેશન નજીક પાણી ભરાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જતાં શહેરમાં લાંબા સમય સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. હાલોલના દુનિયા ગામ પાસે કાર પાણીમાં તણાઈ ગઈ છે.

તંત્રની કામગીરી

નગરપાલિકા અને ફાયર સ્ટેશનની ટીમો પાણીની નિકાલ માટે કામગીરી કરી રહ્યા છે. જો કે સતત વરસતા વરસાદને કારણે પાણી ઝડપથી ઊતરી શકતું નથી. પ્રશાસન દ્વારા નાગરિકોને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.

હાલોલ શહેરમાં પડેલા અતિભારે વરસાદને કારણે સમગ્ર નગર જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસવાથી નુકસાન થયું છે, રસ્તાઓ બંધ થયા છે, મુસાફરો જોખમમાં મુકાયા બાદ બચાવવામાં આવ્યા છે. શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી વહેતા થતા ટ્રાફિક વ્યવહારને અસર થવા પામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પંચમહાલમાં રખડતા ઢોરે અડફેટે લેતા એક્ટિવા ચાલક ઘાયલ

આ પણ વાંચો:પંચમહાલમાં ફાયરિંગની ઘટના, પંથકમાં છવાયો ભયનો માહોલ!

આ પણ વાંચો:પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત,હાલોલ નજીક બાઈક-એક્ટિવાની ટક્કરમાં દંપતીનું મોત, એકને ગંભીર ઈજા