બહુચર્ચિત અને ભૂતકાળમાં કેટલાય મોટા માથાઓની સંડોવણીનાં આક્ષેપો થયા હતા, તે અમદાવાદનાં કોતરપુર વર્કશો પાસે થયેલા ઇશરત જહાં એન્કાઉન્ટરનાં કેસમાં ગુજરાત કેડરનાં ચાર પોલીસ અધિકારીઓએ ડિસ્ચાર્જ અરજી કરી છે. આ પોલીસ અધિકારીઓમાં તરુણ બારોટ, જીએસ સિંઘલે, કે.જી પરમાર તથા અનાજુ ચૌધરીનો સમાવેશ થાય છે. તમામ ચાર અધિકારીઓ દ્વારા CBI કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી છે. કોર્ટ દ્વારા આ અરજી અને કેસમાં વધુ સુનવણી 21મી સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે, ગુજરાત પોલીસ દ્વારા વર્ષ 2004 માં અમદાવાદનાં કોતરપુર વૉટર વર્કસ ખાતે ઇશરત સહીત ચાર આરોપીઓ અને પોલીસ વચ્ચે ભીષણ અથડામણ સર્જાઈ હતી. આતંકીઓ ગુજરાતમાં ઘુસ્યા હોવાનાં ઇનપુટ પર પોલીસ દ્વારા આ તમામ શકમંદોનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જેમાં ચારેયના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
પાછળથી સમગ્ર મામલો ખોટો ઉભો કરવામાં આવ્યો હોય તેવાં તીખો આક્ષેપ કરાયા હતા. જેને લઈને કેસની તપાસ સીબીઆઈ ને સોંપવામાં આવી હતી. અને આ કેસમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી કરાઈ હતી જોકે કોર્ટે તે પૂર્વે ફગાવી હતી. બાદમાં કોર્ટ દ્વારા આ મામલે અમુક આરોપીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા. ભારે આટી ઘુટીં અને તાણાવાણાથી વણાયેલા આ કેસમાં અનેક ઉચ્ચ અધિકારી અને નામા રાજકીય માણસોનાં નામ પણ સામે આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
