Ankleshvar News/ ભાડભૂત બેરેજ યોજનાથી 400 ખેડૂતની 2300 એકર જમીનનું ધોવાણ, જમીનનો ભાવ પ્રતિ ફૂટ 48 પૈસા; ખેડૂતોએ કહ્યું- ‘આટલામાં તો ઝેર પણ ન આવે

આ આડબંધ પીવાનું પાણી, ખેતી અને ઉદ્યોગો માટેનું પાણી તેમજ દરિયાઇ ખારાશથી જમીનને બચાવશે

Gujarat

Ankleshvar News : અંકલેશ્વરના નર્મદાકાંઠે સમીનના સતત ધોવાણને કારણે 1992ની સાલથી અત્યરસુધીમાં ખેડૂતોની 2200 થી 2300 એકર જમીન ધોવાણમાં ગઈ છે. તે સિવાય
ભાડભૂત બેરેજ યોજનાથી નર્મદાનું વહેણ બદલાયું પણ, સરકાર દ્વારા સુરક્ષા માટે સંરક્ષણ દિવાલ ન બનાવાઇ. જેને કારણે સતત થઇ રહેલા જમીન ધોવાણથી ધરતીપુત્રોને કરોડોનું નુકશાન થયું અને જમીન ગુમાવવાનો વારો આવ્યો છે.

ડુબાણ જમીન ભાવ પ્રતિ ફૂટ 48 પૈસા પૈકી ધંતુરીયા તરિયા ગામ ખાતે ફૂટ 75 પૈસા, બોરભાઠા 2.05 રૂપિયા જાહેર કર્યા છે. ત્યારે, ધરતીપુત્રો દ્વારા ઉગ્ર વિરોધ કરી 33 વર્ષના જમીન ધોવાણ પાછળ સરકારને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.એક સમયે અંકલેશ્વર શહેરને અડીને વહેતી નર્મદા નદી સરકીને ભરૂચ તરફ જતી રહી હતી, જે હવે પુનઃ અંકલેશ્વર તરફ આવી રહી છે. 1992ના વર્ષથી નર્મદા નદીના અંકલેશ્વર તરફ પ્રયાણને લઇ ધરતીપુત્રોએ લડત ચલાવી હતી. જે લડત એક તબક્કે 2012-13માં રંગ લાવતાં સરકારે 4 પેકેજમાં ગેબિયન વોલ ઉભી કરવાનું નક્કી કરી કામગીરી પણ શરુ કરી દીધી હતી પણ, કોંટ્રાક્ટર સાથે વિવાદ ઉભો થતાં કોર્ટ મેટર શરુ થઇ હતી અને કામગીરી અટકી પડી હતી. જે આજદિન સુધી શરુ થઇ નથી.

વર્ષ 2017માં ભાડભૂત બેરેજની ઈંટ નરેન્દ્ર મોદી દ્વારા મૂકવામાં આવી હતી અને સંરક્ષણ પાળો ભાડભૂત બેરેજમાં સમાવી લેવામાં હતો. જે બાદ આજે પણ આ કામ થયું નથી.અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012-13માં નર્મદાકિનારાના ખેડૂતોએ સંરક્ષણ દિવાલ બનાવવા માટે કોઈપણ વળતરની અપેક્ષા વગર પોતાની જમીન આપી દીધી હતી. પણ, આજે એ જમીન પણ પાણીમાં ગરક થઇ ચૂકી છે.ખેડૂત આગેવાન હિરેન ભટ્ટે જણાવ્યું હતું કે, અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદાના વહેણથી છેલ્લા એક વર્ષમાં જ 40 થી 50 વીઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે. જે જમીન પર ખેડૂતો પાક પકવતા હતા તે હવે ડૂબાણમાં ચાલી ગઈ છે, જેના કારણે ખેડૂતોએ કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ભાડભૂત બેરેજમાં બંને તરફના બેરેજ અને તેના દરવાજાના કામ પૂર્ણ થતાં 50% કામગીરી પૂર્ણ થઇ છે. જ્યારે ભરૂચ તરફના પાળાની 65% કામગીરી થઇ છે. જ્યારે સરકાર દ્વારા અંકલેશ્વર કિનારે 75 મીટર ખેડૂતની જમીન મળી કુલ 55 હેક્ટર જમીન સંપાદન અને 2250 એકર જમીન એક્વાયર કરી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતો જોડે વળતરના મુદ્દે સમસ્યા સર્જાતાં હજુ સુધી સરકાર ખેડૂતો પાસેથી જમીનનો કબજો મેળવી શકી નથી. અંકલેશ્વરમાં ભાડભૂત બેરેજ પ્રોજેક્ટથી અંકલેશ્વર તરફ સરકારીમાં જમીન 4 કિ મીમાં જ પાળો બન્યો છે.

આજે 1992થી અત્યારસુધી એટલે 33 વર્ષમાં અંકલેશ્વર કિનારે ખેડૂતની 2200 એકરથી વધુ જમીન નર્મદાના વિલીન થઇ ચુકી છે. ત્યારે ધરતીપુત્રો જમીન ધોવાણ માટે સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, સરકારની શુષ્કતા અને અનદેખીને કારણે જમીનનું ધોવાણ થઇ રહ્યું છે.

એટલું જ નહિ સરકાર દ્વારા હવે 2025ના એવોર્ડ જાહેર કરી 2011ની જંત્રી મુજબ વળતર ચૂકવવાનું નક્કી કરતાં ડૂબાણમાં ગયેલી જમીનની કિંમતમાં 80% કાપ અને બચેલી જમીનના વળતરમાં પણ 2 રૂપિયાથી લઇ 20 રૂપિયા ફૂટ જાહેર કરતાં ખેડૂતોમાં ભારે દુ:ખ છે, જેથી તેઓ હવે બચીકુચી જમીનમાંથી એક ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી.અંકલેશ્વરના નર્મદા નદીકિનારે ગોલ્ડનબ્રિજથી બોરભાઠા બેટ, બોરભાઠા ગામ, સરફુદ્દીન, સક્કરપોર, ધંતુરીયા, તરીયા તેમજ કાંસીયાના હંસદેવ આશ્રમ ખાતે જમીન ધોવાણ થઇ રહ્યું છે.

1992થી ધીરે ધીરે જમીન નર્મદા નદીમાં ગરક થવાની સાથે નર્મદા નદી અંકલેશ્વર તરફ પ્રયાણ કરી રહી છે.ખેડૂત સમન્વય સમિતિના આગેવાન હિરેન ભટ્ટે જણાવ્યું હતું કે, સરકારે જે જમીન વળતર જાહેર કર્યું છે. 48 પૈસા અને 75 પૈસા ફૂટ આપી રહી છે, તેમાં ઝેર પણ ખરીદી કરી શકાતું નથી. અમારે ઝેર પણ પીવું હોય તો દેવું કરવું પડે એમ છે. વળી 1992થી અમે સતત જમીન ધોવાણની રજૂઆત કરી રહ્યા છે. પણ, જમીન ધોવાણ અટકાવવા માટે સરકાર આગળ આવી જ નથી.

2013માં અમે ગેબિયન વોલ માટે વળતરની અપેક્ષા વગર જમીન આપી દીધી હતી. છતાં, વોલ ન બની અને એ જમીન પણ પાણીમાં જતી રહી છે. અમારી જમીનના ધોવાણ પાછળ સરકાર જ જવાબદાર છે. અને હવે જમીન જે ધોવાણ થયું છે તેનું વળતર નક્કી કરી સરકાર અમારી મશ્કરી કરી રહી છે. અમે હવે એકપણ ઇંચ જમીન આપવા ના નથી.આ આડબંધ ખંભાતના અખાતમાં પ્રવેશતી નર્મદા નદીના મુખથી 25 કિમી દૂર અને સરદાર સરોવર બંધથી 125 કિમીના અંતરે બાંધવામાં આવશે. 1.663 કિમી લાંબો આડબંધ બાંધવામાં આવશે. જે 599 મિલિયન ક્યુબિક મીટર ક્ષમતા ધરાવતું મીઠા પાણીનું તળાવ બનાવશે.

આ આડબંધ પીવાનું પાણી, ખેતી અને ઉદ્યોગો માટેનું પાણી તેમજ દરિયાઇ ખારાશથી જમીનને બચાવશે. માછીમારી પ્રવૃત્તિઓ માટે અલગથી જગ્યા ફાળવવામાં આવશે.PMનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાની અવધિ ઓક્ટોબર 2024 પૂર્ણ થવાની હતી, છતાં આ પ્રોજેક્ટની માંડ 45% કામગીરી થઇ છે. જેથી તેની મુદ્દત વધારી 31 માર્ચ 2025ની કરાઈ. જો કે, હજુ પણ વધુ 2 વર્ષ કામગીરી કરે તો પ્રોજેક્ટ પૂર્ણ થશે.

અંકલેશ્વર તરફનો પારો અને એપ્રોચ રોડની માંડ 5% કામગીરી થઇ છે. ભરૂચ તરફના પાળાની કામગીરી 60% જ થઇ છે. મુખ્ય બેરજની કામગીરી પણ 50% જ થઇ છે. એટલું જ નહિ 4200 હજાર કરોડનો પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ન થતાં વધારાનો ખર્ચ પણ આવશે. હજી સુધી અંકલેશ્વર તરફ જમીન સંપાદન ન થતાં તેની કિંમત અને વ્યાજ પણ વધશે.ગત લોકસભા ચૂંટણી પૂર્વે PMએ 2017માં ભાડભૂત બેરેજ યોજનાનું ખાતમુહૂર્ત કરી ઓક્ટોબર 2024માં કાર્યરત કરવાની જાહેરાત થઇ હતી. જો કે આ દરમિયાન કોવિડ અને ત્યાર બાદ 2023ના ફલ્ડને લઇ કામગીરી ઠપ્પ પડી હતી.

આ દરમિયાન નદી વચ્ચે બેરેજની કામગીરીમાં મધ્યના 800 મીટરની કામગીરી હાલ બાકી છે, જયારે બંને તરફના બેરેજ અને તેના દરવાજાના કામ પૂર્ણ થતાં 50% કામગીરી પૂર્ણ થઇ છે. જયારે ભરૂચ તરફના પાળાની 60% કામગીરી થઇ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો

આ પણ વાંચો:નંદેસરીમાં કોંગ્રેસનાં નેતાનાં પુત્ર સામે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ

આ પણ વાંચો:સુરતમાં યુવતી પર ગેગંરેપ : BJPનો મહામંત્રી માદક પીણું પીવડાવી યુવતીને કારમાં લઈ ગયો, મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું