Not Set/ ધારાસભ્યની રજુઆત બાદ CM એ ડીસામાં બે વર્ષ અગાઉ બનેલ ટાઉન પ્લાનિંગ નકશો કર્યો રદ

 ડીસામાં બે વર્ષ અગાઉ બનેલી ટાઉન પ્લાનિંગ નકશો રદ કરવામાં આવ્યો છે. જી હા, સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ મામલે CM રૂપાણીને રજુઆત કર્યા બાદ CM દ્વારા આ નકશો રદ કરવાનાં મહત્વનાં આદેશો આપવામા આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે ડીસામાં બે વર્ષ અગાઉ બનેલી ટાઉન પ્લાનિંગ નકશોનાં કારણે વિસ હજાર જેટલા પરિવારો બે વર્ષથી પરેશાન હતા.  ડીસા નગરપાલિકા દ્વારા મંજૂર કરાયેલી ટાઉન પ્લાનિંગ સ્કીમને […]

Gujarat Others

 ડીસામાં બે વર્ષ અગાઉ બનેલી ટાઉન પ્લાનિંગ નકશો રદ કરવામાં આવ્યો છે. જી હા, સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ મામલે CM રૂપાણીને રજુઆત કર્યા બાદ CM દ્વારા આ નકશો રદ કરવાનાં મહત્વનાં આદેશો આપવામા આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે ડીસામાં બે વર્ષ અગાઉ બનેલી ટાઉન પ્લાનિંગ નકશોનાં કારણે વિસ હજાર જેટલા પરિવારો બે વર્ષથી પરેશાન હતા.  ડીસા નગરપાલિકા દ્વારા મંજૂર કરાયેલી ટાઉન પ્લાનિંગ સ્કીમને ગુજરાત સરકારે રજૂઆતો બાદ નામંજૂર કરી છે. ડીસા નગરપાલિકાના ઠરાવ તેમજ ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા અઢી વર્ષ અગાઉ બનાવેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ મુખ્યમંત્રીના આદેશ બાદ રદ્દ કરવામાં આવી છે.

ડીસા એ બનાસકાંઠા જિલ્લાનું આર્થિક પાટનગર છે. તેના કારણે જમીનના ભાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે. અઢી વર્ષ અગાઉ ડીસા નગરપાલિકાના સત્તાધીશોએ બંધ બારણે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને ગુજરાત સરકારમાં મંજૂર કરાવી હતી. જે ટાઉન પ્લાનિંગના કારણે નાના લોકોને મકાનના નકશા તેમજ નગરપાલિકાની જરૂરી મંજૂરીઓ લેવામાં મોટી મુશ્કેલી સર્જાતી હતી. અગાઉના સત્તાધીશોએ કેટલાક ભૂમાફિયાઓને ફાયદો કરાવવા માટે નગરપાલિકા માં ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી હતી.

આ બાબતે વારંવાર રજૂઆત મળતા ડીસાના ધારાસભ્ય તેમજ નગરપાલિકામાં ઠરાવ કરી મુખ્યમંત્રી વિજય રૂપાણી ને આ ટાઉન પ્લાનિંગ સ્કીમ રદ્દ કરવા માટે ભલામણ હતી. જે મામલે ગુજરાત સરકારે અઢી વર્ષ અગાઉ ડીસા શહેર ની નવી ટાઉન પ્લાનિંગ સ્કીમની રદ્દ કરી છે. ધારાસભ્ય શશીકાંત પંડયા નું કહેવું છે કે ગુજરાત સરકારના આ નિર્ણયથી ડીસા શહેરમાં વસતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને નગરપાલિકા ની મંજૂરીઓ તેમજ નકશા પાસ કરાવવામાં સીધો ફાયદો થશે.

ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા એ જણાવ્યું હતું કે ભુમાફિયાઓને ફાયદો કરાવવા આ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરવામાં આવી હતી, જે મુખ્યમંત્રી ને રજૂઆત બાદ રદ્દ કરવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews