Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરબદલ કરવામાં આવ્યા છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની બદલી (Transfer) કરતા 19 પોલીસ ઇન્સપેક્ટર (PI) અને 41 પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI)ની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
આ બદલીઓ હેઠળ અમદાવાદ ગ્રામ્યના વિવિધ પોલીસ સ્ટેશન અને સર્કલ કચેરીઓમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવશે. પોલીસ તંત્રમાં કાર્યક્ષમતા વધારવા અને વહીવટી સંતુલન જળવાઈ રહે તે હેતુથી આ ફેરબદલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બદલી (Transfer)ના આદેશ બાદ ગ્રામ્ય પોલીસ વિભાગમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ટૂંક સમયમાં તમામ અધિકારીઓ નવા સ્થળે ચાર્જ સંભાળી ફરજ શરૂ કરશે.
જે પોલીસ અધિકારીઓની બદલી (Transfer)કરવામાં આવી છે તેઓના નામની યાદી

