ગુજરાત સરકાર અને તેની પરિક્ષા પાછલા લાબા સમયથી બદનામી વહોરી રહી હોય તેવી રીતે ફરી એક પરિક્ષા વિવાદમાં આવી છે. અને આ વખતે પરિક્ષા પાસ થયેલા અને ભરતી માટે પોતાનાં ડોક્યુમેન્ટ હાથમાં લઇ વેઇટીંગમાં ઉભેલા ઉમેદવારો દ્વારા ભરતી પરિક્ષા લીધા બાદ પરિક્ષામાં નવા નિયમો લાગુ કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ તો વિરોધ ફેક્ટરી સ્થળ પુરતો જ જોવામાં આવી રહ્યો છે, પરંતુ ઉમેદવારો દ્વારા વિરોધની સાથે ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે, જો યોગ્ય નહીં થાય તો તમામ ઉમેદવારો હાઇકોર્ટનાં શરણે જશે.
વડોદરાનાં મકરપુરા સ્થિત ONGC ખાતે ભરતી પ્રક્રિયાને લઈને ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. જુન 2019માં લેવાયેલી ઉમેદવારોની ભરતી પરિક્ષામાં ચાલતી ડોક્યુમેન્ટેશન પ્રક્રિયા મામલે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોએ ONGC સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ઉમેદવારો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, પરીક્ષા લીધા બાદ નવા નિયમો લાગુ કરવા આવી રહ્યા છે. ડોમીસાઇલ સર્ટી, નોનક્રિમીલિયર સર્ટી, પ્રક્રીયાને લઇ વિરોધ કરી રહેલા અને પરિક્ષામાં પાસ થયેલા ઉમેદવારાઓએ આ આરોપ સાથે ONGC સામે હાઈકોર્ટમાં જવાની તૈયારી બતાવી છે. આપને જણાવી દઇએ કે, ONGCમાં વિવિધ 737 જગ્યાઓ માટે ભરતી થવાની છે. જેમાં પરિક્ષા નિયમો બદલાવાને લઈને ઉમેદવારોએ વિરોધ કરતા હોબાળો મચાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
