Amreli News : અમરેલીમાં નજીવી બાબતના ઝઘડામાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવતા મામલો ગંભીર બન્યો હતો. આ બનાવની વિગત મુજબ અમરેલીમાં અનુસૂચિત જાતિ(SC)ના યુવક નિલેશ રાઠોડની હત્યા કરી નાંખવામાં આવી હતી. જેને લઈને SC સમાજના લોકો આજે 25 મેના રોજ કલેક્ટર ઓફિસ ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. દરમિયાન ચારથી પાંચ યુવકોએ કેરોસીન છાડીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા પરિસ્થિતી વણસી હતી.
જોકે અહીં હાજર પોલીસે આ યુવકોને આત્મવિલોપન કરતા અચકાવ્યા હતા. બાદમાં વોટરકેનન દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો. બાદમાં આ યુવકોને એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ગત 15 મે 2025નાં બપોરે નિલેશ રાઠોડે દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને ‘બેટા’ શબ્દથી સંબોધન કર્યું હતું. આ શબ્દ પ્રયોગથી યુવકના પિતા ચોથા ભરવાડ ઉશ્કેરાઈને તેણે નિલેશની જાતિ વિશે પૂછપરછ કરી અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ 15 લોકોને બોલાવીને લાકડી અને કુહાડીથી તેને માર માર્યો હતો. માથાના ભાગે કુહાડીના જીવલેણ ઘાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
જેમાં બચાવવા આવેલા પર પણ હુમલો કરાયો હતો.મૃતકના પરિવારજનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગણીઓ કરી હતી. જેમાં મૃતકમાંથી 1 વ્યક્તિની નોકરી મળે, જમીન મળે, આરોપી સામે કડક કાર્યવાહી કરે તેવી વિવિધ માંગ સાથે ભાવનગર હોસ્પિટલમાં લાશ રાખી પરિવાર બેઠો છે. આવા સમયે અમરેલીમાં કેટલાક SC યુવક સમાજ આગેવાનો સાથે એકત્ર થયા હતા. કલેક્ટર કચેરી પટાંગણમાં લોકો એકત્ર થતાં 4થી 5 યુવકોએ કેરોસીન લગાવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો. દરમિયાન એમ્બ્યુલન્સ મારફતે તમામને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સમાજના લોકો રાજ્ય સરકાર સમક્ષ વિવિધ માંગ કરી રહ્યા છે.અમરેલી શહેરમાં 16 મે એ લાલજી ચૌહાણે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 15મી મેએ બપોરે બની હતી. નિલેશ રાઠોડ દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને “બેટા” શબ્દથી સંબોધન કર્યું હતું. આ શબ્દ પ્રયોગથી બાળકના પિતા ચોથાભાઈ ખોડાભાઈ ભરવાડ ઉશ્કેરાયા હતા અને નિલેશની જાતિ વિશે પૂછપરછ કરી હતી અને જાતિ પ્રત્યે અપમાનજનક ટીપ્પણીઓ કરી હતી. તેણે 15 જેટલા માણસોને બોલાવ્યા અને નિલેશને લાકડી અને કુહાડી વડે માર માર્યો હતો.નિલેશને માથાના ભાગે કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો.
બચાવવા માટે આવેલા અન્ય લોકો ઉપર પણ હુમલો કર્યો હતો. જેમાં નિલેશભાઈ રાઠોડ ઇજાગ્રસ્ત થતાં પ્રથમ અમરેલી હોસ્પિટલ બાદ વધુ ગંભીર હોવાથી ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 3 દિવસ પહેલાં સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો.અગાઉ પોલીસે હત્યાની કોશિષનો ગુન્હો નોંધ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી 10થી વધુ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારબાદ હત્યાની ઘટના બાદ અમરેલી રૂરલ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં મોટાભાગના આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો,
પરંતુ મૃતકની લાશ ભાવનગર હોસ્પિટલમાં છે, અને પરિવારે લાશ લેવાનો ઇનકાર કર્યો છે.અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલા જીગાભાઇ દુધાત માર્કેટિંગ યાર્ડમાં એક સામાન્ય શબ્દ પ્રયોગથી શરૂ થયેલી ઘટના જાતિવાદી હિંસામાં પરિણમી હતી. ઘટનાની જાણ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને થતાં ગત (22 મે ) મોડી રાત્રે સર ટી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને મૃતકના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી અને આ શખસને કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો
આ પણ વાંચો:નંદેસરીમાં કોંગ્રેસનાં નેતાનાં પુત્ર સામે એટ્રોસિટી અને દુષ્કર્મની ફરિયાદ
