Jamnagar News : જામનગર (Jamnagar) નજીક સુવરડા ગામ (Suvarda village) પાસે પ્લેન ક્રેશ (Plane crash) થયું હતું, જેમાં એક પાયલોટ (Pilot)નું મોત નિપજ્યું હતું અને એક પાયલોટ ઈજાગ્રસ્ત થયો હતો. આ મામલે ભારતીય વાયુ દળ (Indian Air Force)ની પ્રતિક્રિયા સામે આવી છે.
જામનગર એરફિલ્ડથી ઉડાન ભરેલું IAF જગુઆર બે સીટર વિમાન રાત્રિના મિશન દરમિયાન ક્રેશ થયું. પાઇલટ્સે ટેકનિકલ ખામી (Technical error) સર્જાઈ હતી અને પાયલોટને વિમાનમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેનાથી એરફિલ્ડ (Airfield) અને સ્થાનિક વસ્તીને નુકસાન થતું બચ્યું. કમનસીબે, એક પાઇલટનું ઇજાઓથી મૃત્યુ થયું, જ્યારે બીજાનું જામનગરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. IAF જાનહાનિ બદલ ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે અને શોકગ્રસ્ત પરિવાર સાથે મજબૂત રીતે ઊભું છે. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
An IAF Jaguar two seater aircraft airborne from Jamnagar Airfield crashed during a night mission. The pilots faced a technical malfunction and initiated ejection, avoiding harm to airfield and local population. Unfortunately, one pilot succumbed to his injuries, while the other…
— Indian Air Force (@IAF_MCC) April 3, 2025
ગઈકાલે રાત્રે ગુજરાતના જામનગરમાં એક ફાઇટર પ્લેન ક્રેશ થતાં અફડાતફડી મચી ગઈ હતી. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના સુવર્દા ગામની બહાર બની હતી, જ્યાં જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું અને તેના ઘણા ટુકડા થઈ ગયા. વિમાનના ટુકડા દૂર સુધી પડ્યા. અકસ્માત બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પાયલોટ જમીન પર ઘાયલ હાલતમાં પડેલો છે અને તેની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. ઉપરાંત, વિમાનના ટુકડા ચારે બાજુ વિખેરાયેલા છે અને આગ લાગી છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પાયલોટને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ક્રેશના કારણોની તપાસ શરૂ કરી હતી.
આ બનાવમાં એક પાયટનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ફાયટરનું લડાકુ વિમાન ક્રેશ થયું હોવાનું બહાર આવ્યું છે. ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓ અને કલેક્ટર દોડી ગયા હતા.
આ ઘટનામાં બે પાયલટ પૈકી એક પાયલટ મળી આવ્જ્યાયો હતો. જ્યારે અન્ય પાયલટની શોધખોળ ચાલી રહી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:અમદાવાદની પ્રેમ સ્કૂલના શાળા સંચાલકોની મનમાની! ફરજીયાત લીલા રંગનું સ્વેટર પહેરવા દબાણ
આ પણ વાંચો:સુરત: શાળા સંચાલકોએ વાલીઓ પાસે ભરાવ્યું ડિકલેરેશન ફોર્મ, જવાબદારીમાંથી હટવાનો પ્રયાસ
આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…