Mahesana News/ મહેસાણામાં યુવાનોને પણ શરમાવતો આધેડનો રંગીન મિજાજ! સગીરાની કરી છેડતી

મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી આધેડને પકડવા તજવીજ હાથ ધરી છે.

Top Stories Gujarat

Mahesana News: મહેસાણા (Mahesana)માં ઘરમાં સુઈ રહેલી 13 વર્ષની સગીરા (Minor girl)ની છેડતી (Molestation) કરાતા ચકચાર મચી ગઈ છે. મોડી રાત્રે ફ્લેટમાં જ રહેતા યોગેશ ગોસ્વામી નામના આધેડે સગીરાને સ્પર્શ કરી ડરાવી મારી નાખવાની ધમકી આપતા સગીરાએ ઘરે જાણ કરી હતી તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો (POCSO) નોંધાયો છે.

મહેસાણા (Mahesana) શહેરના ધોબીઘાટ વિસ્તારમાં ચકચાર મચી જતો બનાવ બન્યો હતો. ઘરમાં સુઈ રહેલ 13 વર્ષીય સગીરાની છેડતી (Molest) કરાઈ હતી. ગત મોડી રાત્રે દોઢ વાગે ઘરમાં ફ્લેટમાં જ રહેતા યોગેશ ગોસ્વામી નામના આધેડે છેડતી કરી હતી. સુઈ રહેલી સગીરાના આખા શરીર પર આધેડે હાથ ફેરવ્યો હતો. છેડતીની વાત આધેડની પત્નીને કરતા સગીરાને માર માર્યો હતો.  બીજા કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં સગીરાએ ડરીને માતાપિતાને જાણ કરતા દંપતિ યોગેશ ગોસ્વામી અને જ્યોતિ ગોસ્વામી સામે ગુનો નોંધાયો છે.  મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી આધેડને પકડવા તજવીજ હાથ ધરી છે.

સુરત(Surat)ના કામરેજમાં આધેડ દ્વારા સગીરાની છેડતી (Harassment) કર્યાની ઘટના સામે આવતા માતાપિતાએ આધેડ વિરૂદ્ધ કામરેજ પોલીસ (Kamrej Police) સ્ટેશનમાં પોક્સો કાયદા (POCSO Act) અંતર્ગત ગુનો નોંધાવ્યો હતો. 13 વર્ષીય સગીરા સાથે આધેડે લિફ્ટમાં છેડતી કરી હતી. 57 વર્ષના આધેડની વિકૃત હરકતથી ચોમેર ફટકારની લાગણી જોવા મળી છે. બિલ્ડિંગની લિફ્ટમાં સગીરાને ગાલ પર ચુંબન કર્યું હતું. સમગ્ર ઘટના સગીરાએ તેના માતા-પિતાને કરતા તેના માતાપિતાએ ફરિયાદ કરી છે. પોલીસે ઘટનાની તપાસ કરતા લિફ્ટમાં લાગેલા CCTV ચેક કર્યા હતા, જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. કામરેજ પોલીસે આધેડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, તેમજ નરાધમ ધીરુ ભાલાળાની પોલીસે ધરપકડ કરી છે.

અગાઉ સુરતમાં ભેસ્તાન પોલીસે (Bhestan Police) ઘરની બહાર રમતી નાની દીકરીઓને રમાડવાને બહાને વિકૃત હરકત કરી છેડતી કરનારની ધરપકડ કરી હતી. જોકે, સમગ્ર વિકૃત હરકતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી, કેટલીક દીકરીઓની હાજરીમાં નરાધમે બાળકીઓની છેડતી કરી હતી. જેથી ભેસ્તાન પોલીસે 26 વર્ષીય મહંમદ અન્સારી નામના ઈસમની ધરપકડ કરી છે. ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીએ અન્ય કોઈ દીકરી સાથે છેડતી કરી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં છેડતીની શંકામાં બે સગા ભાઈઓને ઉતાર્યા મોતને ઘાટ

આ પણ વાંચો:સગીરાની છેડતી મામલે વિધર્મી યુવકે ઉશ્કેરાયને પરિવાર પર હુમલો કર્યો

આ પણ વાંચો:સુરત શહેરમાં મનોવિકૃતે જાહેરમાં પરીણિતાની છેડતી કરતા ચકચાર