સુરતના પલસાણામાં એક મજૂર યુવકનું મોત નિપજ્યું. મજૂર યુવક પલસાણાની તાતથૈયામાં આવેલ શ્રી નવીન મિલમાં કામ કરતો હતો. વિનસ મિલમાં કામ કરી રહેલ મજૂરનું ડ્રમ મશીનમાં માથું આવી જતા ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું. યુવકનું મોત થતા વિનલ મિલમાં અફરાતફરીના દ્રશ્યો સર્જાયા. મજૂરના મોતને પગલે સર્જાયેલ અરાજકતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આ બનાવની જાણ થતાં કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પલસાણા જિલ્લામાં તાતથૈયામાં નવીન સિલ્ક મિલમાં કામગીરી કરતા મજૂર યુવકનું મૃત્યુ થયું. પ્રાપ્ત સૂત્રો મુજબ આ સિલ્ક મિલમાં મોટા મોટા મશીનો છે. અને તેમાં સારા પ્રમાણમાં સિલ્કનું કાપડ બનાવવામાં આવે છે. મિલમાં અનેક મજૂરો કામ કરી રહ્યા છે. મિલમાં મજૂરોને શિફ્ટ પ્રમાણે કામ સોંપવામાં આવે છે. તાજેતરની ઘટનામાં મિલમાં કામ કરતા મજૂર યુવકનું મશીનમાં માથું આવી જતાં મોત નિપજ્યું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક નવીન મિલમાં પંહોચી ગઈ હતી. પોલીસે ઘટનાની માહિતી મેળવતા મિલમાં કામ કરી રહેલ અન્ય લોકો પાસેથી વધુ વિગતો એકત્ર કરી રહી છે. આ મામલે વધુ તપાસ થશે કે મશીન ખરાબ હતું કે પછી મજૂરે પોતાની બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો.
નોંધનીય છે કે સુરત હિરા બજાર અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે વધુ જાણીતું છે. સુરતમાં કાપડ ઉદ્યોગની અનેક મિલો આવી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી સુરતનો કાપડ ઉદ્યોગ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય તેમ લાગે છે. મિલમાં કામ કરતા મજૂરો સાથે આ પ્રકારના ગંભીર અકસ્માતો સર્જાય છે. આ મામલે મિલ અને તંત્ર દ્વારા તકેદારીના પગલાં જરૂરથી લેવા જોઈએ.
આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે
આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ
આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી
આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા
