ગુજરાત રાજ્ય અને ચૂંટણીને ખાસ લેણું છે. કોરોનાની બીજી લહેર શાંત પડ્યા બાદ ફરી એકવાર રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજ્યના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ચોમાસા બાદ રાજ્યમાં ફરી એકવાર ચૂંટણી યોજાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગાંધીનગર મનપાની ચૂંટણી કોરોનાના કહેરને ધ્યાને લઇ કેન્સલ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ ચૂંટણી ચોમાસા બાદ યોજાઈ શકે છે.
રાજ્ય ચૂંટણી પંચે જે અંગે જાહેરાત પણ કરી છે. સાથે ઓખા અને થરા ન.પા.ની પણ ચૂંટણી યોજાશે. તો દ્વારકાના ભાણવડ બેઠક પર ચૂંટણી યોજાશે. તો સાથે અન્ય જિ.પં. અને તા.પં.ની ખાલી પડેલ બેઠકો પર પેટા ચૂંટણી હાથ ધરાશે. રાજ્યમાં 90થી વધુ બેઠકો પર પેટા ચૂંટણી બાકી છે.
સન્માનિત / સંસદ ભવનમાં હાજર તમામ પક્ષોના સાંસદો એક સાથે ઉભા જોવા મળ્યા અને કારણ હતું કે..
કચ્છ / ખાવડા આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી પાકિસ્તાની સગીર ઝડપાયો
રાજ્યના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ગાંધીનગર મનપા સાથે તમામ પેટા ચૂંટણી યોજવામાં આવશે. ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણી સાથે જ જાહેરનામુ બહાર પાડવામાં આવશે. નગરપાલિકાની 44 બેઠકો, જિલ્લા પંચાયત ની 7, તાલુકા પંચાયતની 38, મનપાની 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. અમદાવાદ અને જૂનાગઢ મનપામાં એક એક બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. સભ્યના અવસાન, રાજીનામુ કે ગેરલાયક ઠરવાથી જગ્યાઓ ખાલી પડી છે.
મહારાષ્ટ્ર / સીએમ ઉદ્ધવ ઠાકરેના કાફલાને રોકવાનો પ્રયાસ, ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
લોન્ચ ઇવેન્ટ / પીએમ મોદીએ દેશમાં ઇ-રૂપી સેવા શરૂ કરી, કેશલેસ ચુકવણીને વેગ મળશે

