IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની મેચ નંબર-67 માં, ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મુકાબલો થયો. 25મે (રવિવાર) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સે 83 રનથી જીત મેળવી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 231 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેમની આખી ટીમ 18.3 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સ 10મા સ્થાને યથાવત
આ વર્તમાન સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની છેલ્લી મેચ હતી, એટલે કે તેણે જીત સાથે વિદાય લીધી. ચેન્નાઈ સુપર કિંગ્સે 14 મેચ રમી અને 4માં જીત મેળવી. ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 10માં અને છેલ્લા સ્થાને રહ્યું. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સની 14મેચમાં આ 5મી હાર હતી. ગુજરાત ટાઇટન્સ હજુ પણ 18 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. ગુજરાત ટોપ-2 માં રહેશે કે નહીં તે આગામી લીગ મેચો દ્વારા નક્કી થશે.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સ ટીમની શરૂઆત ખરાબ રહી, તેણે પાવરપ્લેમાં જ કેપ્ટન શુભમન ગિલ (13), જોસ બટલર (5) અને શેરફેન રધરફોર્ડ (૦) ની વિકેટ ગુમાવી દીધી. શુભમન અને રધરફર્ડ અંશુલ કંબોજે રનઆઉટ થયા હતા. જ્યારે બટલરની વિકેટ ખલીલ અહેમદે લીધી હતી. ૩૦ રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ, સાઈ સુદર્શન અને શાહરૂખ ખાને ચોથી વિકેટ માટે ૫૫ રનની ભાગીદારી કરીને ગુજરાત ટાઇટન્સને બચાવવાનો પ્રયાસ કર્યો. જોકે, રવિન્દ્ર જાડેજાએ એક જ ઓવરમાં બંનેને આઉટ કરીને ગુજરાતની હાલત ખરાબ કરી દીધી.
સાઈ સુદર્શને 28 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 41 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. સુદર્શનના આઉટ થયા પછી, ગુજરાત ટાઇટન્સ પોતાનો દાવ પાછો મેળવી શક્યું નહીં અને તેઓ સંપૂર્ણ 20 ઓવર પણ રમી શક્યા નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી સ્પિનર નૂર અહેમદ અને ફાસ્ટ બોલર અંશુલ કંબોજે ત્રણ-ત્રણ વિકેટ લીધી.
આ પણ વાંચો:ટીમ ઈન્ડિયા એશિયા કપમાં નહીં રમે, BCCIનો મોટો નિર્ણય!
આ પણ વાંચો:IPLમાં ગુજરાતનો દિલ્હી સામે 10 વિકેટે વિજય, પ્લે ઓફમાં પ્રવેશ
