Not Set/ ૨૦૧૧ વર્લ્ડકપના હિરો ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી જાહેર કરી નિવૃત્તિ

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓપનર બેટ્સમેનમાના એક ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. The most difficult decisions are often taken with the heaviest of hearts. And with one heavy heart, I’ve decided to make an announcement that I’ve dreaded all my life. ➡️https://t.co/J8QrSHHRCT@BCCI #Unbeaten — Gautam Gambhir (@GautamGambhir) December 4, […]

Top Stories Trending Sports

નવી દિલ્હી,

ભારતીય ક્રિકેટ ટીમના સર્વશ્રેષ્ઠ ઓપનર બેટ્સમેનમાના એક ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

ભારતીય વર્લ્ડકપ વિનિંગ ટીમના હીરો ગૌતમે ગંભીરે મંગળવારે ટ્વિટર અને ફેસબુક પર એક વીડિયો શેર કરતા પોતાના સંન્યાસની ઘોષણા કરી હતી.

૩૭ વર્ષીય ક્રિકેટર ગંભીરે અંદાજે ૧૨ મિનિટ લાંબો વીડિયો શેર કર્યો છે અને આ વીડિયોને “અનબીટન” નામ આપવામાં આવ્યું છે.

ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, “હું દેશ માટે ૧૫ વર્ષ ક્રિકેટ રમ્યા બાદ હવે આ ગેમમાંથી રિટાયર્ડ થઈ રહ્યો છું”.

તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, “સૌથી મુશ્કેલ નિર્ણય ભારે મનથી લેવામાં આવતા હોય છે. આજે હું ભારે દિલથી આ એલાન કરી રહ્યો છું, જે અંગે હું પુરી જિંદગી ડરતો રહ્યો”.

પોતાની અંતિમ મેચ અંગે ગંભીરે કહ્યું, “દિલ્હીના ફિરોઝ શાહ કોટલ ગ્રાઉન્ડ પર આંધ્રપ્રદેશ સામે રમાનારી રણજી મેચ મારા કેરિયરની અંતિમ મેચ હશે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરની ગણના ૨૦૦૭ ટી-૨૦ અને ૨૦૧૧ના ODI વર્લ્ડકપ વિનિંગ ટીમના હીરો તરીકે થાય છે, કારણ કે આ બંને વર્લ્ડકપ મેચની ફાઇનલ મેચમાં તેઓએ સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ કર્યું હતું.

ગૌતમ ગંભીરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરની વાત કરવામાં આવે તો, તેઓએ ૫૮ ટેસ્ટમાં ૪૧.૯૬ના એવરેજથી ૪૧૫૪ રન બનાવ્યા છે, જેમાં ૯ સદી શામેલ છે. જ્યારે ૧૪૭ વન-ડે મેચમાં ૩૯.૬૮ના એવરેજ અને ૧૧ સદી સાથે ૫૨૩૮ રન બનાવ્યા છે