ગુરુગ્રામ
દેશમાં દિવસે-ને-દિવસે મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા પર રોજ નવા પ્રશ્નો ઉભા થાય છે.બળાત્કારની દેશમાં હવે કોઈ નવાઈ નથી રહી તેવું લાગી રહ્યું છે.
હાલમાં જ ગુરુગ્રામમાં સેકટર ૬૬નો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
Gurugram: Naked body of a 3-year-old girl was found in Sector 66 today. She was missing since 11 am yesterday. Police investigation underway. #Haryana
— ANI (@ANI) November 12, 2018
ત્રણ વર્ષની એક બાળકીનો નગ્ન મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે બળાત્કાર બાદ હત્યા કરી હોવાની શંકા હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઈ હતી. જે ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો છે તે બાળકી રવિવારે ૧૧ વાગ્યે સવારે પોતાના ઘરેથી ગૂમ થઇ ગઈ હતી.
પોલીસે હાલ બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
