નવી દિલ્હીઃ સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રના ત્રીજા દિવસે લોકસભામાં રજૂ કરાયેલા મહિલા અનામત બિલ પર લોકસભામાં આજે સમગ્ર દિવસ ચર્ચા ચાલી હતી. ચર્ચા અંતે કેન્દ્રની મોદી સરકાર દ્વારા લોકસભામાં લાવવામાં આવેલું નારી શક્તિ વંદન બિલ લોકસભામાં પસાર થયું છે.
નવી સંસદના નીચલા સદનમાં પસાર થનારું આ પહેલું બિલ છે. આ બિલને કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે લોકસભામાં પસાર કર્યું છે. બિલના પક્ષમાં 454 મત સમર્થનમાં પડ્યાં છે જ્યારે બે મત વિરોધમાં પડ્યાં છે.
OBC અનામત વગર ‘મહિલા અનામત બિલ’ અધુરુંઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ આજે અનામત બિલ પર પોતાના વિચારો રજુ કર્યા હતા. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તાવિત બિલને જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવી ઓબીસીની મહિલાઓ માટે અનામતની વ્યવસ્થાની કરી તાત્કાલિક અમલમાં મુકવા રજુઆત કરી હતી.
રાહુલ ગાંધીએ લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ પર નીચલા સદનમાં ભાગ લેતા સત્તાધારી બીજેપી પર આરોપ લગાવ્યો કે આ બિલ જાતિ આધારિત વસ્તી ગણતરીથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.
બીજેપીને જ નથી ખબર બિલ ક્યારે લાગુ થશેઃ મહુઆ મોઈત્રા
લોકસભામાં મહિલા અનામત બિલ પર તૃણમુલ કોંગ્રેસના સાંસદે પોતાના વિચાર રજુ કર્યા હતા. મહુઆ મોઇત્રાએ લોકસભામાં કહ્યું,‘ગઇ કાલે સંસદના આ મંદિરમાં નવી શરૂઆત થઇ, વડાપ્રધાને એવું પ્રતિત કરાવ્યું કે દેશ માટે તેમણે મોટા કામ કર્યા છે, તેમાંથી એક બિલ આ પણ હતું. પરંતુ આ બિલ શું કહે છે? સિમાંકન બાદ મહિલા અનામત લાગુ થશે, બીજેપી કહી રહી છે કે અમને નથી ખબર કે અનામત ક્યારે લાગુ થશે.
Read More : OBC અનામત વગર ‘મહિલા અનામત બિલ’ અધુરુંઃ રાહુલ ગાંધી
Read More : બીજેપીને જ નથી ખબર બિલ ક્યારે લાગુ થશેઃ મહુઆ મોઈત્રા
Read More : મહિલા અનામત બિલ પર માયાવતીના સૂર બદલાયા, કહ્યું- ‘આ સરકારની રમત છે’
Read More : મહિલા અનામત બિલમાં SC, ST અને OBCને અનામત આપોઃ સોનિયા ગાંધી
