Not Set/ કાશીવાસીઓને પીએમ મોદી તરફથી મળશે મોટી ભેટ, ૨૪૦૦ કરોડ રૂ.ની યોજનાઓની કરાવશે શરૂઆત

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે, ત્યારે તેઓ આ સમયે કાશીવાસીઓને સૌથી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી દેશની સૌથી પ્રાચીન નગરી કહેવાતા કાશીમાં અંદાજે ૨૪૧૩ કરોડ રૂપિયાની અલગ અલગ પરિયોજનાઓની શરૂઆત કરાવશે. સાથે સાથે તેઓ ૧૨ કિમી લાંબો રોડ-શો પણ કરવાના છે. पीएम नरेन्द्र मोदी के 12 […]

Top Stories India Trending

વારાણસી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે, ત્યારે તેઓ આ સમયે કાશીવાસીઓને સૌથી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે.

પીએમ મોદી દેશની સૌથી પ્રાચીન નગરી કહેવાતા કાશીમાં અંદાજે ૨૪૧૩ કરોડ રૂપિયાની અલગ અલગ પરિયોજનાઓની શરૂઆત કરાવશે. સાથે સાથે તેઓ ૧૨ કિમી લાંબો રોડ-શો પણ કરવાના છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રધાનમંત્રી મોદી વારાણસી રિંગ રોડ પર આયોજિત એક કાર્યક્રમમાં ગંગા નદી પર બનેલા મલ્ટી-લેવલ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે.

નેશનલ હાઈવે ૫૬ના બાબતપુરથી વારાણસી વચ્ચેના માર્ગનું ૪ લેનમાં રૂપાંતરણ, વારાણસી રિંગ રોડ ફેજ – ૧, આઈડબ્લ્યુટી, સુએજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.

આ ઉપરાંત તેઓ ઇન્ટરસેપ્શન ડાઈવર્ઝન ઓફ ડ્રેન એન્ડ ટ્રીટમેન્ટ વર્ક એટ રામનગર વારાણસી, કિલ્લા કટરિયા માર્ગ પર IRQPનું કાર્ય, જૂના નેશનલ હાઈવે નંબર ૭ પર રામનગર માર્ગ પર આઈઆરક્યુપીનું કાર્ય, લહરતારા-કાશી હિંદુ વિશ્વવિદ્યાલય રસ્તા પર ફૂટપાથનું નિર્માણ, વારાણસીમાં હેલીપોર્ટનું નિર્માણ, ડ્રાઈવર ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટની સ્થાપના સહિતની અલગ અલગ યોજનાઓનું લોકાર્પણ કરશે.

વારાણસીમાં પીએમ મોદીનો આ છે કાર્યક્રમ :

પીએમ મોદી બપોરે ૨.૩૦ વાગ્યે બાબતપુર એરપોર્ટ પર પહોચશે.

ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા રામનગર પહોચશે અને ગંગા નદીમાં બનેલા મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે.

મલ્ટી મોડલ ટર્મિનલના ઉદ્ઘાટન બાદ તેઓ વારાણસીથી હલ્દિયા વચ્ચે ગંગા નદીમાં જળ પરિવહનની શરૂઆત કરાવશે.

ત્યારબાદ બાબતપુર ફોર લેન પર રોડ-શો કરતા રિંગ રોડ સ્થિત વાજિદપુર ગામમાં એક જાહેરસભાને સંબોધશે. આ ઉપરાંત પીએમ મોદીના સ્વાગત માટે અલગ અલગ રીતે સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે.

જો કે પીએમ મોદીએ વારાણસીની મુલાકાત પહેલા પોતાના ટ્વિટર હેન્ડલ પર છેલ્લા ૪.૫ વર્ષમાં કાશીનગરીની બદલાયેલી તસ્વીરો પણ શેર કરી હતી.