Sabarkantha News/ સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો! પોન્ઝી સ્કિમ મામલે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં એપી કન્સલ્ટન્સી દ્વારા ક્રિપ્ટો અને ફોરેક્સમાં ઊંચા વળતરની લાલચ આપી 52.24 લાખની છેતરપિંડી (Ponzi Scam). GPID એક્ટ હેઠળ કેસ નોંધાયો.

Top Stories Gujarat Breaking News
Ponzi Scam

Sabarkantha News:ક્રિપ્ટોકરન્સી અને બીટકોઈનના બહાને ઊંચા વળતરની લાલચ આપીને લોકોને જાળમાં ફસાવતી પોન્ઝી સ્કીમો (Ponzi Scam)નો સિલસિલો સાબરકાંઠા જિલ્લામાં ચાલુ જ છે. હવે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં એપી કન્સલ્ટન્સી (એપી ગ્રુપ)ના સંચાલક અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર વિરુદ્ધ વધુ એક મોટી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રોકાણકારો પાસેથી 52.24 લાખ રૂપિયાની છેતરપિંડી કરીને ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હોવાનો આરોપ છે.ખેડબ્રહ્મા પોલીસે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (GPID) એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ સાથે જિલ્લામાં પોન્ઝી સ્કીમોના કુલ 9થી વધુ કેસ સામે આવ્યા છે, જેમાં હજુ પણ રોકાણકારો એક પછી એક ફરિયાદો નોંધાવી રહ્યા છે.

પોન્ઝી સ્કિમ  (Ponzi Scam) મામલે અનિલ પરમાર વિરુદ્ધ ગુનો નોંધાયો

આરોપી અનિલ પરમાર અને તેની ટીમે એપી કન્સલ્ટન્સીની ઓફિસ ખોલીને રોકાણકારોને સ્ટોક માર્કેટ, ક્રિપ્ટોકરન્સી, બીટકોઈન અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. રોકાણકારોને 10થી 15 ટકા માસિક વળતરની લાલચ આપીને વિશ્વાસ મેળવ્યો હતો.વોટ્સએપ ગ્રુપ (“Friends Forever”) બનાવીને ટ્રાન્ઝેક્શનના વીડિયો અને ઇમેજ શેર કરીને ભરોસો અપાવ્યો હતો.શરૂઆતમાં થોડું વળતર આપીને વધુ રોકાણ મેળવ્યું.છેલ્લે પેમેન્ટ બંધ કરી, ઓફિસ પર તાળા મારીને સંપર્ક કરવાના નંબરો બંધ કરી દીધા હતા.

ખેડબ્રહ્માના અનેક રોકાણકારો આ જાળમાં ફસાયા છે. આપને જણાવી દઈએ “આ જ એપી ગ્રુપે હિંમતનગરના RTO સર્કલ પાસે શાન્તમ-7 કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલીને સમાન સ્કીમ (Ponzi Scam) ચલાવી હતી.

હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ કેસમાં 4 આરોપીઓની અટકાયત કરી છે અને તપાસ ચાલુ છે. આ કેસમાં પણ GPID એક્ટ લાગુ પાડવામાં આવ્યો છે.આ પહેલાં BZ ગ્રુપ સહિત અનેક પોન્ઝી સ્કીમો (Ponzi Scam)ના કૌભાંડ સામે આવ્યા છે. જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનામાં 9થી વધુ આવી સ્કીમોનો પર્દાફાશ થયો છે. રોકાણકારો હજુ પણ સામે આવી રહ્યા છે અને પોલીસ સ્ટેશનોમાં ફરિયાદોની સંખ્યા વધી રહી છે.


આ પણ વાંચો: BZ પોન્ઝી સ્કીમ કેસમાં વધુ એક ધરપકડ

આ પણ વાંચો: મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર: હિંમતનગરની પોન્ઝી સ્કીમો મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો: સાબરકાંઠામાં લોકો બન્યા વધુ એક પોન્ઝી સ્કીમનો શિકાર