india news/ ભારતીય પાસપોર્ટનું વર્ચસ્વ વધ્યું, 2026માં 10 સ્થાનની છલાંગથી 75મું સ્થાન કર્યું હાંસલ

Henley Passport Index કોઈ પણ દેશના પાસપોર્ટ ને કેટલા દેશોમાં વિઝા વિના પ્રવેશ મળે છે તેના આધારે ક્રમ આપે છે.

Trending NATIONAL India
ભારતીય પાસપોર્ટ (Passport)ની મજબૂતાઈનો સીધો ફાયદો પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વ્યાપારીઓને મળશે

India News: ભારતીય પાસપોર્ટ (Passport) ધારકો માટે 2026ની શરૂઆત સારા સમાચાર લઈને આવી છે. Henley & Partners દ્વારા જાહેર કરાયેલા Henley Passport Index 2026 મુજબ ભારતીય પાસપોર્ટ (Passport)નું રેન્કિંગ નોંધપાત્ર રીતે સુધર્યું છે. ભારત હવે વૈશ્વિક યાદીમાં 75મા સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષે ભારત 85મા ક્રમે હતું, એટલે કે એક જ વર્ષમાં 10 સ્થાનનો ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે.

ભારતીય નાગરિકો માટે મોટી રાહત

નવી રેન્કિંગ મુજબ ભારતીય નાગરિકો હવે 56 દેશોમાં વિઝા-મુક્ત (Visa-Free)અથવા વિઝા-ઓન-અરાઇવલ (Visa on Arrival)સુવિધા સાથે મુસાફરી કરી શકે છે. આનો અર્થ એ છે કે પ્રવાસ પહેલા લાંબી વિઝા પ્રક્રિયા વિના જ ઘણા દેશોમાં પ્રવેશ શક્ય બન્યો છે. વ્યવસાયિક પ્રવાસ, શિક્ષણ અને પર્યટન સહિત બધા માટે આ સુધારો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ભારતનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ પ્રદર્શન

ભારના પાસપોર્ટ નો અત્યાર સુધીનો શ્રેષ્ઠ રેન્ક 2006માં 71મો હતો. ત્યારબાદ કેટલાક વર્ષોમાં રેન્કિંગમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ 2026માં ફરીથી મજબૂત વાપસી કરીને ભારતે વૈશ્વિક સ્તરે પોતાની હાજરી નોંધાવી છે. વિશ્વમાં ભારતની વધતી આર્થિક અને કૂટનૈતિક શક્તિ આ સુધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

રેન્કિંગ (Passport)કેવી રીતે નક્કી થાય છે?

Henley Passport Index કોઈ પણ દેશના પાસપોર્ટ ને કેટલા દેશોમાં વિઝા વિના પ્રવેશ મળે છે તેના આધારે ક્રમ આપે છે. જેટલા વધુ દેશો વિઝા-મુક્ત (Visa-Free)પ્રવેશ આપે છે, એટલો તે દેશનો પાસપોર્ટ (Passport)વધુ શક્તિશાળી માનવામાં આવે છે.

ભારતીય પ્રવાસીઓ માટે શું અર્થ?

ભારતીય પાસપોર્ટ ની મજબૂતાઈનો સીધો ફાયદો પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વ્યાપારીઓને મળશે. વિદેશ પ્રવાસ માટે હવે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. પર્યટન ક્ષેત્રમાં પણ આ સુધારાનો સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે.


આ પણ વાંચો:પાસપોર્ટ કે વિઝાનું ટેન્શન નહીં! આ શિયાળામાં ઓછા ખર્ચે માણો ‘સ્વિટ્ઝર્લેન્ડ’ જેવી મજા, નેપાળના આ 5 સ્થળો છે બેસ્ટ

આ પણ વાંચો:પિતાની સંમતિ વિના બાળકોના રિન્યુ થશે પાસપોર્ટ, ગુજરાત હાઇકોર્ટ

આ પણ વાંચો:ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ થયો લોન્ચ,જાણો તેના ફાયદા