Karnatak News: કર્ણાટકના બેંગલુરુ નજીક આવેલા ગ્રામિણ હોસકોટે વિસ્તારમાં શુક્રવારે સવારે કાર રસ્તા પરથી કાબૂ ગુમાવતાં રસ્તા પર પાર્ક કરેલ કેન્ટર ટ્રક સાથે ટક્કરાતા અકસ્માત (Car Canter Accident)સર્જાયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા સાત લોકોનાં કરુણ મોત નિપજ્યા છે. આ ઘટના NH-648 એટલે કે હોસકોટે-ડબાસપેટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એમ. સત્યવારા ગામ નજીક બની હતી.

પ્રાથમિક માહિતી મુજબ, હોસકોટે તરફથી દેવનહલ્લી જતી એક XUV700 કાર પહેલા એક મોટરસાયકલ સાથે અથડાઈ હતી. ટક્કર (Car Canter Accident)એટલી જોરદાર હતી કે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો.
કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કેન્ટર ટ્રક સાથે જઈ અથડાઈ. આ દરમિયાન નજીકમાં ચાલતી એક ઓટો રિક્ષા પણ આ સાંકળ અકસ્માત (Car Canter Accident)માં સપડાઈ ગઈ. આમ કુલ ચાર વાહનો વચ્ચે ટક્કર થતા ઘટનાસ્થળે જ ભારે અફરાતફરી મચી ગઈ.
સાત લોકોનાં મોત, અનેક ઘાયલ
પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં સાત લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. મૃતદેહોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
મૃતકોમાં કાર અને બાઈક સવાર લોકોનો સમાવેશ થાય છે. સવારના સમયગાળામાં ટ્રાફિક સામાન્ય હોવા છતાં આટલી મોટી દુર્ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે.

પોલીસ તપાસ શરૂ
સ્થાનિક પોલીસે બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કારની ઝડપ વધુ (Car Canter Accident)હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પોલીસ CCTV ફૂટેજ અને ચશ્મદીદ સાક્ષીઓના નિવેદનોના આધારે અકસ્માત (Car Canter Accident)નું ચોક્કસ કારણ જાણવા પ્રયત્ન કરી રહી છે. ટેકનિકલ તપાસ માટે વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે.
NH-648 પર વધતા અકસ્માતો-(Car Canter Accident)
NH-648 પર છેલ્લા કેટલાક મહિનાઓમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આ માર્ગ પર ભારે વાહન વ્યવહાર અને ઝડપી ગતિએ ચાલતા વાહનોને કારણે જોખમ વધતું (Car Canter Accident)જાય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે હાઈવે પર ઝડપ નિયંત્રણ અને ટ્રાફિક મોનિટરિંગ વધુ કડક બનાવવાની જરૂર છે.
માર્ગ સુરક્ષા અંગે સવાલ
આ દુર્ઘટના (Car Canter Accident)એ ફરી એકવાર માર્ગ સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. ઝડપ મર્યાદાનો ભંગ, બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ અને માર્ગ પર ઉભેલા ભારે વાહનો અકસ્માતનું મોટું કારણ બની શકે છે. માર્ગ નિષ્ણાતોનું કહેવું છે કે ડ્રાઈવરો માટે જાગૃતિ અભિયાન અને કડક કાયદાકીય પગલાં જરૂરી છે.
આ પણ વાંચો:યુપીમાં મોટો અકસ્માત ગંગા એક્સપ્રેસ વે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7ના મોત, 4 ઘાયલ
આ પણ વાંચો:લગ્નપ્રસંગમાં જઈ રહેલા વૃધ્ધનું અકસ્માતમાં મોત
આ પણ વાંચો:નોઈડા કાર અકસ્માત કેસ, યુવરાજ મહેતાના મોત પર SIT રિપોર્ટ તૈયાર, CM યોગીને સુપરત થશે
