લાંબા સમયથી ચાલી રહેલ મહારાષ્ટ્રની માંઠાગાંઠ હજુ ઉકેલવાનું નામ નથી લઇ રહી. આમતો કોંગ્રેસ પર હાલનાં સમયમાં કાયમી ઘોરણે કોંગ્રેસ પોતાનાં નિર્ણયો લેવામાં ઢીલી પડે છે અને સમયોચ્ચીત નિર્ણય કરી શકતી નથી કે કરતી નથી જેવા સવાલોનો મારો ચલાવવામાં આવતો હતો.
પરંતુ મહારાષ્ટ્રમાં જ્યારે નિર્ણય અને નિર્ણય લેવાની ગતીની સમીક્ષા કરવમાં આવે તો માલુમ થાય છે કે, કોંગ્રેસ દ્વારા એક પ્રકારની પીઢ રાજરમત આ મામલે બતાવવામાં આવી છે. પોતાને સત્તામાં કોઇ રસ નથી અને પોતા બહારથી NCPઅને શિવસેનાને ટેકો આપશે જેવી શરૂઆતી વાત બાદ કોંગ્રેસ નવા ગઠબંધનનાં ગણીતની પ્રોફેસર બનતી જતી હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે કોઇ પણ વાત કોંગ્રેસ સાથે વાત થઇ છે કે, નથી થઇ ત્યાર આવીને ઉભી રહી જાય છે. આજે ફરી કોંગ્રેસ દ્વારા આ મામલાને સળગતો રાખતા સંકેત આપવામાં આવ્યો છે કે, મહારાષ્ટ્રમાં હજુ ડ્રામા બાકી છે અને તે ચોક્કસ નજીકનાં જ ભવિષ્યમાં જ ભજવાશે.
Delhi: Congress Interim President Sonia Gandhi meets party leaders Ahmed Patel, AK Antony and Mallikarjun Kharge, at her residence, to discuss political situation in Maharashtra. pic.twitter.com/iS7yX1bwgS
— ANI (@ANI) November 19, 2019
કોંગ્રેસનાં દિગ્ગજ નેતા દિલ્હી ખાતે કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીને મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા મળ્યા હતો. કોંગ્રેસનાં નેતાઓ અહેમદ પટેલ, એકે એન્ટની અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા કોંગ્રેસનાં વચ્ચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીનાં નિવાસ સ્થાને મળેલી આ બેઠક બાદ આઘારભૂત સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. કે, કોંગ્રેસ-એનસીપીના નેતાઓ બંને પક્ષના કોમન મિનિમમ પ્રોગ્રામને અંતિમ આકાર આપવા એક કે બે દિવસમાં દિલ્હીમાં બેઠક કરશે. શિવસેના સાથે વધુ ચર્ચા કરતા પહેલા અંતિમ મુસદ્દાની તપાસ બંને પક્ષોના ટોચના નેતૃત્વ દ્વારા કરવામાં આવશે.
Sources: Congress-NCP leaders to meet in Delhi in a day or two to give final shape to the Common Minimum Program of both the parties. Final draft will be vetted by top leadership of both parties before taking it for further discussion with Shiv Sena. pic.twitter.com/l3NQqbeUhZ
— ANI (@ANI) November 19, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
