Ahmedabad News : અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ઉમેદવારોની પસંદગી મુદ્દે ભાજપ(Bjp)માં આંતરિક અસંતોષ સામે આવતા સંગઠન પર દબાણ વધ્યું છે, જ્યારે કોંગ્રેસમાં પણ છેલ્લી ઘડી સુધી ઉમેદવારી અંગે ખેંચતાણ ચાલુ છે.
ભાજપમાં આંતરિક વિખવાદ, કાર્યકરોમાં અસંતોષ

અમદાવાદમાં ભાજપ દ્વારા ઉમેદવારોના નામ નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ થવા આવી છે અને અત્યાર સુધીમાં આશરે 42 સંભવિત ઉમેદવારોને ફોન કરીને જાણ કરવામાં આવી છે. જોકે, કેટલાક વોર્ડમાં ઉમેદવારીને લઈને અસંતોષ ઊભો થયો છે. ચાંદખેડા સહિતના વિસ્તારોના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેઓ દ્વારા ખાનપુર સ્થિત શહેર ભાજપ કાર્યાલયે જઈને વિરોધ નોંધાવવાની શક્યતા વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
કોંગ્રેસમાં પણ છેલ્લી ઘડીની ગતિશીલતા
કોંગ્રેસે આ વખતે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાની રીત અપનાવવાનો નિર્ણય કર્યો છે, છતાં અનેક વિવાદિત બેઠકો પર હજી સુધી અંતિમ નામ નક્કી થઈ શક્યા નથી. પક્ષના નેતાઓ સતત બેઠકો કરીને સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુરતમાં AAPને ઝટકો
સુરત ખાતે આમ આદમી પાર્ટીમાં પણ ઉથલપાથલ જોવા મળી છે. વોર્ડ નંબર 12માં ટિકિટ જાહેર થયા બાદ થોડા જ સમયમાં ઉમેદવાર પ્રીતિ સદાદિયા સહિત આશરે 500 કાર્યકરો પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે.
ભાજપ દ્વારા અમદાવાદમાં સંપર્ક કરાયેલા સંભવિત ઉમેદવારો
દાણીલીમડા વોર્ડ
વિનોદ પરમાર, હર્ષદ વાઘેલા, સેજલ સિંગલ, દીપિકા ભરવાડ
ખોખરા વોર્ડ
પરાગ નાયક
સાબરમતી વોર્ડ
ચેતન પટેલ, નીરજ ગજ્જર, અંજુ શાહ, ખુશ્બુ પરમાર
ચાંદખેડા વોર્ડ
યશ જાદવ, હેમલ રાઠવા, હરિ પ્રકાશ શર્મા, રીટા પટેલ
સરસપુર-રખિયાલ વોર્ડ
રાજકુમાર રાજપૂત, ચિરાગ ઠાકોર, ભારતી વાણિયા, ચંદ્રિકા પટેલ
જોધપુર વોર્ડ
ભાગ્યેશ પટેલ, વિનોદ પટેલ (જાખડ), ભારતીબેન ગોહિલ, નયનાબેન કોટક
વેજલપુર વોર્ડ
દેવાંગ મહેતા, પારુલ દવે, રાજેશ ઠાકોર, જુલી ચૌહાણ
સરખેજ વોર્ડ
રાજુ શુક્લ, દિવ્યેશ ત્રિપાઠી, હેમા શાહ, જેઠી ભરવાડ
બોડકદેવ વોર્ડ
દેવાંગ દાણી, ધરમશી દેસાઈ, પારુલ મકવાણા, ભાવના પટેલ
મક્તમપુરા વોર્ડ
અભય વ્યાસ, ગોપાલ ચૌહાણ, હંસા પરમાર, એકતા ઠાકોર
બાપુનગર વોર્ડ
પ્રવિણ પટેલ, જયશ્રીબેન દાસરી, ગોપાલ સેંગર
સુરતમાં Bjp દ્વારા સંપર્ક કરાયેલા ઉમેદવારો
દક્ષેશ માવાણી, રાજન પટેલ, દિનેશ રાજપુરોહિત, જીતુ કાછડ, હિમાંશુ રાઉલજી, વ્રજેશ ઉનડકટ, રશ્મિ સાબુ
આ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાં આંતરિક રાજકારણ ગરમાયું છે, જેના કારણે ઉમેદવારોની યાદી જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે.
