Ahmedabad News/ અમદાવાદ: નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરી મુદ્દે નારાજગી

વારંવાર ગેરહાજર રહેતા કાઉન્સિલરો (Councillors)ની અલગ યાદી તૈયાર કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

Gujarat Ahmedabad
શહેર ભાજપ (BJP)માં નવનિયુક્ત કાઉન્સિલરો (Councillors)ની કાર્યક્રમોમાં સતત ગેરહાજરીને લઈને સંગઠન સ્તરે અસંતોષ જોવા મળી રહ્યો છે

Ahmedabad News : શહેર ભાજપ (BJP)માં નવનિયુક્ત કાઉન્સિલરો (Councillors)ની કાર્યક્રમોમાં સતત ગેરહાજરીને લઈને સંગઠન સ્તરે અસંતોષ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ સંગઠન દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં અપેક્ષા મુજબ કાઉન્સિલરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરી (Councillor Attendance)નોંધાતી ન હોવાથી સંગઠને આ મુદ્દે ગંભીર નોંધ લીધી છે.

તાજેતરમાં યોજાયેલા મિસાવાસી સન્માન કાર્યક્રમ દરમિયાન ખાસ હાજરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે પ્રવેશ દ્વાર પર જ આગેવાનો, કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરી નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોણ હાજર રહ્યું અને કોણ ગેરહાજર રહ્યું તેની વિગતવાર નોંધ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગેરહાજર રહેતા કાઉન્સિલરો (Councillors)ની અલગ યાદી તૈયાર કરવાની સૂચના

સૂત્રોના જણાવ્યા મુજબ, વારંવાર ગેરહાજર રહેતા કાઉન્સિલરો ની અલગ યાદી તૈયાર કરવાની સૂચના પણ આપવામાં આવી છે. સંગઠનનું માનવું છે કે પક્ષના મહત્વના કાર્યક્રમોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સક્રિય હાજરી જરૂરી છે અને તેમાં બેદરકારી સ્વીકાર્ય નથી.

આ દરમિયાન કાર્યક્રમના આયોજનની જવાબદારી યુવા મોરચાને સોંપવામાં આવી હતી. બીજી તરફ શહેર સંગઠન (Organisation)લોકો એકત્રિત કરવા અને વ્યવસ્થાપન સુચારૂ રીતે સંભાળવામાં નિષ્ફળ રહ્યું હોવાની ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

સંગઠન (Organisation)દ્વારા હવે કાર્યક્રમોમાં શિસ્ત અને હાજરી સુનિશ્ચિત કરવા વધુ કડક પગલાં લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં ગેરહાજરીના મુદ્દે જવાબદારી નક્કી કરવામાં આવે છે કે નહીં તે પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો : સુરતમાં બે કાઉન્સિલરો સામે ફોજદારી કેસ નોંધવાનો કોર્ટે આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર ઘટના

આ પણ વાંચો : કેજરીવાલની AAPમાં મોટો વિદ્રોહ, મુકેશ ગોયલ સહિત 13 કાઉન્સિલરોએ પાર્ટી છોડી, જુઓ યાદી

આ પણ વાંચો : મ્યુનિસિપલ હેડક્વાર્ટર ખાતે પાયાની સુવિધાઓને લઈને દેખાવો, પુનાગામની કોઓપરેશન સોસાયટીના રહીશો અને કાઉન્સિલરો રાત સુધી ધરણા પર