Panchmahal News : પંચમહાલના હાલોલમાં માર્ગ મકાન વિભાગે બનાવેલ રોડ તૂટી ગયો છે.જેમાં જુના ઝંખરીયાથી ત્રિકમપુરાને જોડતો રોડ તૂટતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામ એસ્ટીમેટ મુજબ ન થતાં રોડ તૂટી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
તે સિવાય રોડ પર આવેલ નાળું વરસાદી પાણીમાં ધોવાતા રસ્તો બગડ્યો છે. આમ એક વર્ષમાં જ નવો બનાવેલો રોડ તૂટી જતા લોકોમાં રોષ વ્યાપેલો છે.એટલું જ નહી કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરવા છતા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને પગલે હાલ ઝાંખરીયા તરફથી ત્રિકમપુરા તરફ અવરજવર મુશ્કેલ બની છે.
150 કરોડથી વધુના ખર્ચે માર્ગો, કોઝ-વે, નાળનું કામ કરવામાં આવ્યું હતું. જેને લઈને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:થર્ડ પાર્ટી વિમા પોલીસીમાં રોકાણને બહાને ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ, આરોપીની UPથી ધરપકડ
આ પણ વાંચો:તમારી સાથે પણ આ રીતે થઈ છે ઓનલાઈન છેતરપિંડી! આરોપીઓ 7 કરોડના ફ્રોડને આપી ચૂક્યા છે અંજામ
આ પણ વાંચો:ઓનલાઈન છેતરપિંડી થતાં જ આ નંબર ડાયલ કરો, થોડીવારમાં પૈસા મળી જશે
