Gandhinagar News/ જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામોના ઇકોઝોનમાં સમાવેશ સામે વિરોધ

ગીરના જંગલમાં એશિયાટીક સિંહોની સંખ્યા વધારવા અને તેના સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામોનો ઈકો ઝોનમાં સમાવેશ કર્યો છે. આ તમામ ગામોના ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે.

Gujarat Gandhinagar Breaking News

Girsomnath: ગીરના જંગલમાં એશિયાટીક સિંહોની સંખ્યા વધારવા અને તેના સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામોનો ઈકો ઝોનમાં સમાવેશ કર્યો છે. આ તમામ ગામોના ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે.

આજે મેંદરાના 21 ગામના ખેડૂતોએ 4 કિલોમીટર સુધી પદયાત્રા કરી મામલતદારને આવેદનપત્ર આપી ઈકો ઝોન એક્ટનો વિરોધ કર્યો હતો. તમામ ગામોના ખેડૂતો રોષે ભરાયા છે અને જરૂર પડ્યે ગાંધીનગર જવાની પણ ચીમકી આપી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જરૂર પડશે તો તેઓ છેક ગાંધીનગર સુધી પણ કૂચ કરશે.

ઈકો ઝોન હેઠળ આવતા ગામોના ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતો ગીરનું રક્ષણ કરે છે તો પછી ગામડાઓને આ કાયદા હેઠળ લાવીને તેમને કેમ હેરાન કરવામાં આવે છે. ઈકો ઝોન એક્ટ હેઠળ સમાવિષ્ટ ગામોના ખેડૂતો તેમના ખેતરોમાં નાની સુવિધાઓ ઉભી કરવા માટે પણ વન વિભાગની પરવાનગી મેળવવામાં લાચાર હશે. જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ ઇકો ઝોનમાં આવતા ખેડૂતો ગામડાઓમાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પાસે “ઇકો ઝોન કાયદો દૂર કરીને ખેડૂતોને બચાવવા” માંગ કરી રહ્યું છે.

આંદોલનકારી ખેડૂતોનો દાવો છે કે આગામી સમયમાં જો સરકાર અમારી વાત પર ધ્યાન નહીં આપે તો હાલમાં તો રજૂઆત કરી છે પરંતુ આગામી સમમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવી શકીએ છીએ. તેતી સરકાર તેણે લીધેલોનિર્ણય પરત ખેંચે તેવો અમારો આગ્રહ છે. આ સિવાય પણ જો તેમે કોઈ નિર્ણય કરવો હોય તો તે અમારી સાથે સલાહમસલત કરીને નિર્ણય લે તેવી અમારી આશા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બે કિશોરીઓ ગાંધીનગરમાં ગરબાના ઠેકાણેથી ભાગીને સુરત જઈને પરત આવી

આ પણ વાંચો: ગાંધીનગર : ગરબા રમવા ગયેલી 2 સગીરા ગુમ

આ પણ વાંચો: ગાંધીનગરમાં ખેલૈયાઓને તિલક કરવાને લઈ વિહિપ-બજરંગદળનું પોલીસ સાથે ઘર્ષણ