Gandhinagar News : ગાંધીનગરમાં ગરબા રમવા ગયેલી બે સગીરા ગૂમ થતા ચકચાર મચી ગઈ છે. વાવોલમાં રહેતી આ બે બાળકી ગરબા રમવા ગયા બાદ રહસ્યમય સંજોગોમાં ગૂમ થઈ હતી. 14 વર્ષની ઉમરની બન્ને સગીરા સરગાસણ ખાતે ક્લાસીસમાં જતી હતી. આ ક્લાસીસના સંચાલકે ગરબાનું આયોજન કર્યું હતું. બાદમાં બન્ને સગીરા ગૂમ થઈ ગઈ હતી.
આ અંગે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગર પોલીસે બન્ને બાળકીઓની શોધ માટે અલગ અલગ સાત ટીમો બનાવી છે. હાલમાં પોલીસની આ ટીમો બન્ને બાળકીઓની શોધ ચલાવી રહી છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ખેલૈયાઓને તિલક કરવાને લઈ વિહિપ-બજરંગદળનું પોલીસ સાથે ઘર્ષણ
આ પણ વાંચો: ગાંધીનગરના ચિલોડા પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથે 7 લાખનો મદ્દામાલ ઝડપ્યો
