Not Set/ ૨૯ સર્જરી, ઢગલાબંધ દવાઓ અને સ્ટ્રેસવાળી જિંદગીએ લીધો શ્રીદેવીનો ભોગ

મુંબઈ શનિવારે રાત્રે એક ખુબજ દુઃખદ સમાચારે બધાને એક શોકમાં મૂકી દીધા હતા આ સમાચાર પર ઘણા લોકો વિશ્વાસ નહતા કરતા તો ઘણા લોકો તેને અફવા સમજતા હતા. ૫૪ વર્ષની ઉંમરે શ્રીદેવી દુનિયા છોડીને ચાલ્યા ગયા. શ્રીદેવી તેમના સ્વાસ્થ્યને લઈને ઘણી કાળજી રાખતા હતા, તેઓ રોજનું ૨ કલાક ચાલતા હતા. તેમ છતાં આમ અચાનક કાર્ડિયાક […]

Top Stories

મુંબઈ

શનિવારે રાત્રે એક ખુબજ દુઃખદ સમાચારે બધાને એક શોકમાં મૂકી દીધા હતા આ સમાચાર પર ઘણા લોકો વિશ્વાસ નહતા કરતા તો ઘણા લોકો તેને અફવા સમજતા હતા. ૫૪ વર્ષની ઉંમરે શ્રીદેવી દુનિયા છોડીને ચાલ્યા ગયા.

શ્રીદેવી તેમના સ્વાસ્થ્યને લઈને ઘણી કાળજી રાખતા હતા, તેઓ રોજનું ૨ કલાક ચાલતા હતા. તેમ છતાં આમ અચાનક કાર્ડિયાક એટેક આટલી નાની ઉંમરે આવતા લોકોને શોક લાગ્યો હતો.

Image result for sri devi

તેમના મૃત્યુ પાછળ ક્યાંક ને ક્યાંક હાઇડ્રોક્સિલ દવા હોવાનું લાગી રહ્યું છે. આ દવા એ શરીરના વજનને કાબુમાં રાખે છે, તેટલું જ નહી પણ તે તમને ભૂખ પણ ન લાગવા દે.ઉપરાંત આ દવા મેટાબોલિક રેટ વધારે છે. જેનાથી હાર્ટ બીટ ઝડપથી ચાલે છે અને હાર્ટ એટેકની સંભાવના પણ રહે છે.

Related image

ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે, કે શ્રીદેવીએ કુલ મળીને ૨૯ બોટોક્સ સર્જરી કરાવી હતી. જેમાં છેલ્લી સર્જરીને લઈને કઈક લોચા થઇ ગયા હતા. જેને કારણે શ્રીદેવીને ઘણી તક્લીફ થઇ રહી હતી. સાઉથ કેલિફોર્નિયાની એક કોસ્મેટિક સર્જનની દેખરેખમાં શ્રીદેવીએ આ તકલીફો ઓછી કરવા માટે ઘણા સમયથી દવાઓ પણ લઇ રહી હતી. જેને ‘ડાયટ પિલ્સ’ કહેવાય છે.

Image result for sri devi

શ્રીદેવીએ તેના પેટની ચરબી ઘટાડવા માટે પણ ટ્રીટમેન્ટ કરવી હતી. ઉપરાંત ચહેરાને જુવાન બતાવવા પણ બોટોકસ સર્જરીનો સહારો લીધો હતો. થોડા સમય પહેલા તેમણે જે લીપ સર્જરી કરવી હતી તેને લીધે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. જો કે શ્રીદેવીએ આ વાત ખોટી છે તેમ કહ્યું હતું પણ તેમની લેટેસ્ટ સર્જરીમાં લીપ સર્જરી કરાવી હોય તેવું લાગી રહ્યું છે.

Image result for sri devi

તેટલું જ નહી પણ બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ પણ છે કે જેઓએ આવી કોઈ પણ પ્રકારની સર્જરીનો સહારો નથી લીધો તેમ છતાં હાલ પણ તેઓ ટોપ પર છે. જેમાં હેમા માલિની, રેખા, દીપિકા પદુકોણ અને ઐશ્વર્યા રાય બચ્ચનનો સમાવેશ થાય છે.

આપને જણાવી દઇએ કે, જેમ ઉમર વધે તેમ જુવાન દેખાવા માટે બોટોક્સ સર્જરી કરાવી હોય તેવી શ્રીદેવી એકમાત્ર અભિનેત્રી નથી પણ બોલીવુડની બીજી ઘણી હિરોઈન જેમાં સુષ્મિતા સેન, રેખા, કાજોલ, વાણી કપૂર, શિલ્પા શેટ્ટી, બિપાશા બસુ, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા જેવી પણ શામેલ છે.

Image result for sri devi

શ્રીદેવી મોત પછી પણ ગુગલ ક્વીન બની ગયા હતા. ગુગલ પર શ્રીદેવીને લાખો નહિ પણ કરોડો લોકોએ સર્ચ કરીને ગૂગલ ક્વીન બનાવી દીધા હતા.

તમને જણાવી દઈએ કે, કાર્ડિએક એટેક અને હાર્ટ એટેક બંને અલગ છે.

કાર્ડિએક એટેક એટલે શું ?

કાર્ડિએક એટેક અચાનક જ આવે છે. આ એટેકમાં અગાઉથી શરીરને કોઈ પણ પ્રકારની ચેતવણી મળતી નથી.

હૃદયમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલોની સમસ્યાઓ જ્યારે લોહી શરીર સુધી પહોંચાડતી નથી, તો તે કાર્ડિએક અરેસ્ટનું સ્વરૂપ લઇ લે છે.

જયારે માનવ શરીર એ લોહીનું પમ્પીંગ બંધ કરી દે છે, ત્યારે મગજમાં ઓક્સીજનનું પ્રમાણ ઓછુ થઇ જાય છે. ત્યારે વ્યક્તિ બેભાન થઇ જાય છે અને શ્વાસોશ્વાસ બંધ થઇ જાય છે.

આ દરમ્યાન જો સમયસર સારવાર ન મળે તો સેકન્ડો કે મિનિટોમાં મૃત્યુ થઇ શકે છે.